વડોદરાઃ અતાપી વન્ડરલેન્ડ પાર્કમાં 80 ફૂટથી પટકાયેલા 25 વર્ષના યુવકનું કરુણ મોત!

 

વડોદરાઃ વાઘોડિયામાં આવેલી આવેલી જાણીતી જગ્યા અતાપી વન્ડરલેન્ડ (Aatapi Wonderland) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે પણ એક વ્યક્તિનું વન્ડરલેન્ડમાં મોત થયું હોવાની ઘટના બની છે. 25 વર્ષનો યુવક ઊંચાઈએથી જમીન પર પટકાતા તેનું કરુણ મોત થયું છે. આ અંગે વધારે તપાસ શરુ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો પ્રમાણે યુવકને ઘટના બાદ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જોકે તેનો જીવ બચાવી શકાયો નહોતો.

નિમેટા ગામનો 25 વર્ષનો યુવક જીતેન્દ્ર સોલંકી વન્ડરલેન્ડમાં થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું છે. વાઘોડિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કેસમાં વધારે તપાસ શરુ કરી છે.

મેઈન્ટેન્સ કામ માટે ગયો હતો યુવક

પોલીસના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના સોમવારે બપોરે 1.30 વાગ્યે બની હતી, જ્યારે જીતેન્દ્ર સોલંકી થીમપાર્કમાં ઝીપલાઈન પર મેઈન્ટેન્સ વર્ક કરી રહ્યો હતો ત્યારે બની હતી. જ્યારે તે કામ કરી રહ્યો હતો ત્યારે તેનો સેફ્ટી બેલ્ટ ખુલી ગયો હતો અને જીતેન્દ્ર 80 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. ઊંચાઈએથી જમીન પર પટકાયેલા યુવક જીતેન્દ્રને દુર્ઘટના બાદ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જોકે, ત્યાં હાજર ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટના માટે વન્ડરલેન્ડ જવાબદાર છે કે પછી યુવકની બેદરકારીના કારણે તેનું મોત થયું છે તે અંગે વાઘોડિયો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

2019માં ડૂબી જવાથી બાળકનું મોત થયું હતું

આ પહેલા વર્ષ 2019માં અતાપી વન્ડરલેન્ડમાં સર્જાયેલી દુર્ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું. આ બાળકનું પાર્કમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. હુસૈન મંસુરી નામનો યુવક અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં અકસ્માતે પડી ગયો હતો અને પછી સર્ચ ઓપરેશન દરમિયાન તેની લાશ મળી આવી હતી.

Source link