વજન ઘટાડવા+ કમરને પાતળી બનાવવાનો દાવો કરતી આ ગોળી શું છે? શું ખરેખર ચરબી ઓગાળે છે? જાણો

What is Tapeworm Diet Gujarati: વજન ઘટાડવા (Weight Loss Tips in Gujarati) માટે લોકો અનેક પ્રકારના ડાયટ, એક્સરસાઇઝ કે અવનવા ફંડા અજમાવતા રહે છે, જેનાથી તેઓનું વજન ઓછું થઇ શકે. જો કે, દરેક વ્યક્તિ જીમ જઇને શરીરને અંદરથી મજબૂત બનાવવાના પ્રયત્નો નથી કરી શકતા, કેટલાંક લોકો વિગન ડાયટ (Vegan diet tips in Gujarati), કીટો ડાયટ, લૉ-કાર્બ્સ ડાયટ અને જોન ડાયટ જેવા તમામ પ્રકારના ડાયટ પ્લાન ફૉલો કરવાનું પણ શરૂ કરી દે છે.

MDPI Journal પર પ્રકાશિત એક અધ્યયન અનુસાર, વજન ઘટાડવાના ઉપાયો આજથી નહીં પણ વર્ષોથી ચાલ્યા આવે છે. વેઇટ લોસ ડાયટ (Weight Loss Diet in Gujarati)માં વધુ એક નામ એડ થયું છે, ટેપવોર્મ ડાયટ (Tapeworm Diet information in Gujarati) જેનું નામ કદાચ તમે પહેલીવાર સાંભળ્યું હશે, પરંતુ આ રીત વિક્ટોરિયન એરાથી ચાલતી આવે છે. તે સમયમાં રાણી-મહારાણીઓ પાતળા થવા માટે આ ડાયટનો ઉપયોગ કરતી હતી.

હાલમાં પણ કેટલાંક લોકો ટેપવોર્મ ડાયટનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓને લાગે છે કે ડાયટિંગ કે એક્સરસાઇઝ વગર વજન ઘટાડવાની આ સૌથી સરળ રીત છે. અહીં જાણો, શું છે ટેપવોર્મ ડાયટ, તેનાથી કેવી રીતે વજનમાં થાય છે ઘટાડો અને તેના ફાયદા અને નુકસાન શું છે?

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ટેપવોર્મ ડાયટ શું છે?

​ટેપવોર્મ ડાયટ શું છે?

ટેપવોર્મ ડાયટ (Tapeworm Diet)માં એક એવી ગોળીનું સેવન કરવામાં આવે છે જેમાં ટેપવર્મ એટલે કે એક પ્રકારના પરજીવી કીડાના ઇંડા હોય છે. આ ગોળી ખાવા પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે, જ્યારે આ કીડા આતરડાંમાં જાય છે ત્યારે ઇંડામાંથી બચ્ચા નિકળે છે એટલે કે તેમની સંખ્યા વધી જાય છે. આ કીડા તમારા દ્વારા સેવન કરવામાં આવેલા ખાદ્યપદાર્થોને ખાઇ જાય છે, જેના કારણે શરીરમાં ફેટ જમા નથી થતું અને તમારું વજન કંટ્રોલમાં રહે છે.

​Tapeworm Dietની શરૂઆત

Tapeworm-Diet-

જાણીતી હેલ્થ વેબસાઇટ (Health Website) દ્વારા જાહેર એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેપવોર્મ ડાયટની શરૂઆત વિક્ટોરિયન એજમાં કેવી રીતે થઇ. એક માન્યતા અનુસાર, રાણી અને અન્ય મહિલાઓ પાતળા દેખાવા માટે તેનો ઉપયોગ કરતી હતી. તે જમાનામાં સુંદરતાના માપદંડો એવા હતા કે, તેઓને ટીબીની બીમારી થઇ જાય જેથી તેમની ત્વચા પીળી દેખાય, આંખો ફૂલેલી લાગે, ગાલ અને હોઠ લાલ દેખાય અને કમર હંમેશા પાતળી રહે.

​કમરને ખરેખર પાતળી બનાવે છે આ ડાયટ?

​કમરને ખરેખર પાતળી બનાવે છે આ ડાયટ?

આ યુગમાં સુંદરતાના માપદંડોને મેળવવા માટે પણ અનેક મહિલાઓ આ પ્રકારના ડાયટ ફોર્મનો ઉપયોગ કરે છે. ટેપવોર્મ ડાયટ પણ એક ખતરનાક ઉપાયોમાંથી એક છે, વજન ઘટાડવા અને કમરને પાતળી દેખાડવાની ચાહમાં મહિલાઓએ આ કીડાની ગોળીનું ખૂબ સેવન કર્યુ છે. આ ડાયટનો ઉપયોગ આજે પણ ઘણાં લોકો દ્વારા કરવામાં આવે છે.

​ટેપવોર્મ ડાયટના નુકસાન

​ટેપવોર્મ ડાયટના નુકસાન

ચોક્કસથી આ ગોળી તમારાં વજનમાં ઘટાડો કરે છે, પરંતુ આતરડાંમાં પેદા થયેલા કીડા તમારાં શરીરના પોષકતત્વોને ખાવાનું પણ શરૂ કરી દે છે. જો કીડા આતરડાં ઉપરાંત અન્ય કોઇ શારિરીક અંગમાં પહોંચી ગયા તો તેનાથી અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. તેનાથી તમને ડાયરિયા, પેટમાં સતત દુઃખાવો, ઉબકા, કમજોરી, તાવ, ઇન્ફેક્શન અને શ્વસન સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે.

​ક્યાં મળે છે ટેપવોર્મની ગોળીઓ?

​ક્યાં મળે છે ટેપવોર્મની ગોળીઓ?

આ ડાયટ પ્લાનને લઇને અનેકવાર વિવાદો ઉભા થયા છે, કેટલાંક લોકો તેને વજન ઘટાડવાની સરળ રીત ગણાવે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ તેને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આ ગોળીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે, તેનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે, પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે આ ગોળીની અંદર ખરેખર શું એડ કરવામાં આવ્યું છે, તેથી તેના સેવન પહેલાં સાવધાની રાખો.

​વજન ઘટાડવાના સરળ ઉપાય

​વજન ઘટાડવાના સરળ ઉપાય

વજન ઘટાડવા માટે કોઇ જાદૂઇ ગોળીના સેવનથી જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરવાના બદલે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયટ અજમાવો. તમારાં ભોજનમાં વિટામિન અને અન્ય પોષકતત્વોની ઉણપ ના થવા દો, દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવો, પ્રતિદિન વ્યાયામ કરો અને ફળ-શાકભાજીનું સેવન કરો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હાર્ટ અટેક સમયે સંજીવની બુટી બની જાય છે Dr.એ જણાવેલી 2 દવા, તત્કાળ મળશે આરામ

એક્સપર્ટ પાસેથી જાણો ટેપવોર્મ ડાયટના ફાયદા અને નુકસાન

Source link