Business
oi-Kalpesh Kandoriya
ICICI- વીડિયોકૉન લોન કૌભાંડ મામલે આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપકની સીબીઆઇએ ધરપકડ કરી લીધી છે. ચંદા કોચર પર વીડિયોકૉન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને લોન આપવા માટે આઇસીસાઇસીઆઇ બેંકમાં પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
જાણકારી મુજબ વેણુગોપાલ ધૂતે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી 3,250 કરોડ રૂપિયાની લોન પ્રાપ્ત કર્યા બાદ કથિત રીતે નૂપાવર રિન્યૂએબલ્સમાં કરોડોનું રોકાણ કર્યું હતું. ચંદા કોચર અને તેમના પતિ દીપક વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરતા સીબીઆઇએ કહ્યું હતું કે આરોપીઓએ આઇસીઆઇસીઆઇ બેંકને દગો આપવા માટે અન્ય લોકો સાથે અપરાધિક ષડયંત્રમાં ખાનગી કંપનીઓને કેટલીક લોન મંજૂર કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે અગાઉ EDએ આ મામલે ચંદા કોચરની ધરપકડ કરી હતી. કરોડો રૂપિયાના આ કૌભાંડની તપાસ શરૂ થતાં જ ચંદા કોચરને 2018માં ICICI બેંકમાં પોતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યાં હતાં. જો કે ચંદા કોચરે ખુદ પર અને પતિ ઉપર લાગેલા તમામ આરોપો નકારી કાઢ્યા છે.
મામલામાં 2019માં ઇડીએ ચંદા કોચર, તેના પતિ દીપક અને વેણુગોપાલ ધૂતના નિવાસ સ્થાન અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. જ્યારે પાછલા મહિને ઈડીએ આ મામલે વેણુગોપાલ ધૂતની પૂછપરછ પણ કરી હતી. ચંદા કોચર પર આરોપ લાગ્યો હતો કે 1 મે 2009ના રોજ બેંકના સીઇઓના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદ વેણુગોપાલ ધૂતે પોતાની ફર્મ સુપ્રીમ એનર્જીના માધ્યમથી આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા મંજૂર કરાયેલ લોનના બદલામાં નૂપાવર રિન્યૂએબલ્સમાં રોકાણ કર્યું હતું.
બીજી તરફ મામલાની તપાસ કરી રહેલ સીબીઆઇએ 1875 કરોડના છ લોન વીડિયોકૉન ગ્રુપ અને સંબંધિત કંપનીઓને જૂન 2009 અને ઓક્ટોબર 2011 દરમિયાન આઇસીઆઇસીઆઇ બેંકની નિર્ધારિત નીતિઓના કથિત ઉલ્લંઘનમાં સ્વીકારાઇ હોવાનું માલૂમ પડ્યું. તેમજ CBIએ જણાવ્યું હતું કે લોનને 2012માં નોન-પર્ફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવી હતી, જેના કારણે બેંકને રૂ. 1,730 કરોડનું નુકસાન થયું હતું.
English summary
ICICI Ex CEO Chanda Kochhar and her husband arrested by CBI in loan scam
Story first published: Friday, December 23, 2022, 23:08 [IST]