લાફ્ટર કવીન ભારતી સિંહે પુત્રરત્નને જન્મ આપ્યો… પરંતુ પૂરી ન થઇ આ ઈચ્છા

 

લાફ્ટર કવીન ભારતી સિંહે પુત્રરત્નને જન્મ આપ્યો… પરંતુ પૂરી ન થઇ આ ઈચ્છા

 

ગ્લેમર ડેસ્ક : પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં રહેતી લાફ્ટર કવીન ભારતી સિંહ (Bharati Singh) હવે માતા બની ચૂકી છે. તેણે રવિવારના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે. ફેન્સમાં આ ખુશખબર ફેલાતાની સાથે જ બધા તેમને અભિનંદન આપી રહ્યા છે. ભરતીના પતિ હર્ષ લિંબાચિયા આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા માતા-પિતા બનવાને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ બંને માટે ખૂબ જ ખુશીની પળો છે. બંને લાંબા સમયથી પોતાની પ્રેગનન્સી જર્ની ફેન્સ સાથે શેર કરી રહ્યા હતા. ભારતી ગર્ભવતી થઈ ત્યારથી જ માતા બનવા માટે ઉત્સાહિત હતી. તે સતત બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો પણ શેર કરતી હતી. બેબી બંપમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

બાળકો વિશે પોતાની ફીલિંગ શેર કરતા

આ દંપતી માતાપિતા બનવા અંગે ખૂબ જ ઉત્સાહિત હતું અને લોકડાઉનના તબક્કાથી આનો ઉલ્લેખ કરતા હતા. ક્યારેક સોશિયલ મીડિયા (Social media) પર તો ક્યારેક રિયાલિટી શોમાં કપલ્સ હંમેશા બાળકો વિશે પોતાની ફીલિંગ શેર કરતા હોય છે. થોડા સમય પહેલાં એવી અફવા ઊડી હતી કે ભારતી જોડિયા બાળકોની માતા બની છે. જો કે ભારતીએ પોતે લાઇવ ચેટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આ ફક્ત એક અફવા છે.

ભારતીની આ ઈચ્છા પૂરી ન થઈ

ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન મીડિયા સાથે વાતચીત  કરતા કહ્યું હતું કે તે એક સુંદર દીકરીને જન્મ આપવા માંગે છે. આવી સ્થિતિમાં ભારતીની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. એકવાર એક પત્રકારે તેમને પૂછ્યું કે તેમને પુત્ર જોઈએ છે કે પુત્રી. આ સવાલના જવાબમાં ભારતી સિંહે જવાબ આપ્યો, “છોકરી. મને છોકરી જોઈએ છે. મારા જેવી મહેનતુ. તારા જેવી નથી જે એક યુવતીને રોકીને તેનો ઈન્ટરવ્યુ લઈ રહ્યો છે.”

ભારતીએ નવો ટ્રેન્ડ સેટ કર્યો

ભારતીનાં તેના કામ પ્રત્યેના લગાવ પર તેના ચાહકો ફીદા છે. પુત્રજન્મના એક દિવસ પહેલા ભારતી સુપર એક્ટીવ હતી અને કામ કરતી હતી. ભારતી ડિલિવરીના છેલ્લા દિવસ સુધી કામ કરતી હતી. શનિવારે તે શૂટિંગ સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન ભારતી હેવી બેબી બંપમાં જોવા મળી હતી અને તેનો પતિ હર્ષ તેને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. દરેક જણ ભારતીની આ ભાવનાને સલામ કરી રહ્યા છે અને તેને ટ્રેન્ડસેટર કહી રહ્યા છે.

ભારતી અને હર્ષ પર અભિનંદનનો મારો

ભારતી અને હર્ષની સાથે તેમના ચાહકો પણ તેમના પહેલા બાળકની પ્રતિક્ષામાં હતા. આવામાં જેવા ભારતીએ આ સમાચાર જાહેર કર્યાં અને મિનિટમાં તેની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી અને તમામ લોકો અને સેલિબ્રિટીઓ તેમને અભિનંદન આપી રહ્યાં છે અને શુભકામના પાઠવી રહ્યાં છે. ચાહકોની એવી ઈચ્છા હતી કે ભારતી તેના પુત્રની તસવીર બહાર પાડે.

Source link