લતા દીદીના અંતિમ દર્શન કરશે પીએમ મોદી, સાંજે 4 વાગે પહોંચશે મુંબઈ

મુંબઈઃ મહાન ગાયિકા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 6 ફેબ્રુઆરીના સવારે 8 વાગીને 15 મિનિટે 92 વર્ષની વયે લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ભારત રત્ન લતા દીદીના આજે પૂરા રાજકીય સમ્માન સાથે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લતા દીદીના અંતિમ દર્શન કરશે. પીએમ નરેન્દ્ર મોદી સાંજે 4.15 વાગે મુંબઈમાં ઉતરશે અને મહાન ગાયિકા લતા મંગેશકરને અંતિમ સમ્માન આપવા માટે શિવાજી પાર્ક જશે.

લતા મંગેશકરના પાર્થિવ શરીરને પહેલા તેમના આવાસ પર લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ દર્શન બાદ સાંજે 6.30 વાગે રાજકીય સમ્માન સાથે શિવાજી પાર્કમાં મુખાગ્નિ આપવામાં આવશે. લતા મંગેશકરના નિધનથી આખા દેશમાં શોકની લહેર છે. લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. સમ્માન રૂપે બે દિવસ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.

મુંબઈ પોલિસનુ કહેવુ છે કે લતા મંગેશકરના પાર્થિવ શરીરને સાંજે 4 વાગ્યા સુધી શિવાજી પાર્કમાં સાર્વજનિક દર્શન માટે લાવવામાં આવશે. મુંબઈ પોલિસે શિવાજી પાર્ક વિસ્તારને ચારે તરફથી બેરિકેડિંગ કરવાનુ શરુ કરી દીધુ છે. લતા મંગેશકરના મુંબઈ સ્થિત આવાસ બહાર ભારે પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે. તેમના પાર્થિવ શરીરને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તેમના પેડર રોડ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવશે.

Source link