લગ્નમાં જાનૈયાઓ ખુશીમાં કર્યો એવો ડાન્સ કે વરરાજાએ પરણ્યા વગર પાછા આવવું  પડયું

લગ્નમાં ખુશીનો (Happiness in marriage) માહોલ હોય છે અને ખુબ ડાન્સ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક વધુ પડતો ડાન્સ મોંઘો પડી શકે છે. મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણામાં મલકાપુર પાંગ્રા (Malkapur Pangra) વિસ્તારમાં 22 એપ્રિલે એક લગ્ન સમારોહ હતો. લગ્નનો સમય સાંજે 4 કલાકનો હતો. લગ્નની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. લગ્ન માટે વાજતે-ગાજતે જાન નિકળી હતી. પરંતુ જાનમાં આવેલા લોકો ઉત્સાહમાં એટલું નાચવા લાગ્યા કે સ્થળ પર પહોંચ્યા તો રાત્રે 8 વાગી ગયા. 

બંને પક્ષ આમને-સામને આવી ગયા :

આ વાતને લઈને બંને પક્ષ વચ્ચે ઝગડો થઈ ગયો. વાત એટલી આગળ વધી કે મારામારી પણ થવા લાગી. કન્યા પક્ષનો આરોપ છે કે વરરાજાએ દારૂ પીધો હતો. જો હવે દરવાજા પર જાન આવી હોય અને લગ્ન ન થાય તો મોટી વાત ગણાય. તેવામાં ગામ લોકો ભેગા થયા અને જાનમાં આવેલા અન્ય એક યુવક સાથે યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા. 

બીજા યુવક સાથે કરાવ્યા યુવતીના લગ્ન :

યુવતીના પિતા ગજાનન ગવઈએ કહ્યુ કે, જાનમાં આવેલા લોકો નાચવા-ગાવામાં વ્યસ્ત હતા. 4 વાગ્યાનું મૂહૂર્ત હતું પરંતુ તે 8 વાગે પહોંચ્યા. એટલે અમે અમારી દીકરીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા.

Source link