રેલવેમાં મુસાફરોને મોટી રાહત, હવે રિઝર્વેશન વિના કરી શકાશે મુસાફરી!

નવી દિલ્હી, 01 માર્ચ : રેલવે દ્વારા સોમવારના રોજ કોરોનાવાયરસ સંકટને કારણે લાંબા સમયથી સ્થગિત સામાન્ય વર્ગની પેસેન્જર સેવાઓ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી હવે મુસાફરો પહેલાની જેમ જનરલ કોચમાં અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરી શકશે. કોરોનાને કારણે આ સેવા રદ્દ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રેલવે આ પ્રતિબંધો હટાવી રહી છે.

irctc

રેલવે કોરોના રોગચાળા દરમિયાન ટ્રેનમાં વધુ ભીડ અટકાવવા માટે સંપૂર્ણ રીતે આરક્ષિત ‘સ્પેશિયલ ટ્રેન’ ચલાવી રહી હતી, જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. સામાન્ય બીજા વર્ગના કોચને પણ આરક્ષિત કોચ બનાવવામાં આવ્યા હતા.

હવે રેલવે દ્વારા આ સંદર્ભમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, રેગ્યુલર ટ્રેન નંબર સાથે પહેલાથી જ પુનઃસ્થાપિત ટ્રેનમાં, બીજા વર્ગને પૂર્વ રોગચાળાના સમયગાળાની જેમ જરૂરિયાત મુજબ આરક્ષિત અથવા અનરિઝર્વ્ડ રાખવામાં આવશે. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નિયમિત ટ્રેનમાં જનરલ કોચને આરક્ષિત અથવા અનરિઝર્વ્ડ તરીકે ચિહ્નિત કરવામાં આવશે.

આ ઉપરાંત હાલમાં હોલી ડે સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી સ્પેશિયલ ટ્રેનના સેકન્ડ ક્લાસ કોચ પણ પોલિસી મુજબ આરક્ષિત અથવા અનરિઝર્વ્ડ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, હોલિડે સ્પેશિયલ અથવા અન્ય સ્પેશિયલ ટ્રેનમાં જનરલ કોચ આરક્ષિત અથવા અનરિઝર્વ્ડ હશે. જેમ કે, તે પૂર્વ કોરોના રોગચાળાના સમયગાળા દરમિયાન થતો હતો.

Source link