રેખાથી લઈને નયનતારા સુધી, આ બોલિવૂડ અભિનેત્રીઓના ચહેરા પર કાળો તલ!

 

આમ તો દરેક યુવતી પોતાની રીતે સુંદર જ હોય છે. પરંતુ તેમના ચહેરા પર એવું કંઇક હોય છે જે તેમની સુંદરતા વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. કોઇની ભૂરી આંખો હોય, તો કોઇના ચહેરા પર કાળો તલ હોય છે, તેના કારણે કે લોકોને એક્સ્ટ્રા બ્યૂટીફુલ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જેમના ચહેરા પર તલ હોય તેમના ચહેરાનું એક અલગ આકર્ષણ હોય છે.

સુંદરતાની આ નિશાન ચહેરાની વિશેષતાને દર્શાવે છે. તલને લઇને અલગ અલગ માન્યતાઓ છે, પરંતુ તે સિવાય પણ આ બ્યૂટી માર્કને બહુ જ લકા માનવામાં આવે છે. આ જ કારણે ઘણી યુવતીઓને આને પોતાના ચહેરા પર જોવું ગમે છે. એમને એવું લાગે છે કે આનાથી તેમની સુંદરતામાં વધારો થાય છે. જણાવીએ ઘણી બોલીવુડની એક્ટ્રેસ છે જેમના ચહેરા પર આપને બ્યૂટી સ્પોટ જોવા મળશે.

કેટલાક લોકોને જન્મથી જ તલ હોય છે, પરંતુ આજકાલની ઘણી એક્ટ્રેસ છે જે અટ્રેક્ટિવ દેખાવા માટે આર્ટિફિશિયલ બ્યૂટી સ્પોટ પણ કરાવે છે. તો ચલો અમે આપને એવી એક્ટ્રેસી વિશે જણાવીએ કે તેમના ચહેરા પરના તલને કારણે પણ તેઓ પ્રખ્યાત છે.

​આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પોતે કેટલી સુંદર છે, તે વિશે આપને જણાવવાની જરૃર નથી. પરંતુ તેના કપાળની જમણી બાજુએ એક તલ છે, જે તેની સુંદરતા વધારે ચમકે છે. સામાન્ય રીતે આ તલ દેખાતનો નથી. પરંતુ આલિયા જ્યારે તેના વાળ ખુલ્લા રાખે ત્યારે તે સંતાય જાય છે. આજ કારણે લોકોનું તેના પર ધ્યાન જતું નથી. (ફોટો ક્રેડિટ્સઃ આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ)

​રેખા

એવરગ્રીન એક્ટ્રેસ રેખાની ગણતરી બોલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં કરવામાં આવે છે. 67 વર્ષની તે હોવા છતાં તે 40 વર્ષની દેખાય છે. રેખા તેના હોઠ પર આવેલા તલને કારણે વધારે પોપ્યુલર છે. જોકે મોટાભાગના લોકો આ વાત નથી જાણતા કે તેનો આ બ્યૂટી સ્પોટ નેચરલ નથી પરંતુ આર્ટિફિશિયલ છે, તેમ છતાં તે તેની ઓળખનો એક ભાગ બની ગયો છે. (ફોટો ક્રેડિટ્સઃ રેખા ઇન્સ્ટાગ્રામ)

​કિયારા અડવાણી

એક્ટ્રેસ કિયારા અડવાળીને ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આવી તેને ભલે લાંબો સમય ન થયો હોય પરંતુ લોકો તેની સુંદરતાના દીવાના છે. શેરશાહની એક્ટ્રેસ કિયારાની અભિનેત્રી કિયારાની ચિનની ડાબી બાજુએ તલ છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. (ફોટો ક્રેડિટ્સ: કિયારા અડવાણી ઇન્સ્ટાગ્રામ)

​કેટરીના કૈફ

કેટરીના કૈફના ચહેરા પર એક નહીં પરંતુ ઘણા તલ છે. તેમાં તેના હોઠની એકદમ ઉપર જે તલ છે જે અત્યંત સુંદર દેખાય છે. (ફોટો ક્રેડિટ્સ: કેટરીના કૈફ ઇન્સ્ટાગ્રામ)

​પરિણીતિ ચોપરા

પરિણીતી ચોપરાના નાકની જમણી બાજુએ તલ છે. તેના ચહેરા પરનો આ તલ તેના લગભગ બધા જ ફોટોઝમાં જોવા મળે છે. એમ કહીએ કે તેની સુંદરતા તેના સ્માઇલથી નહીં પરંતુ તેના તલથી વધારે ઉભરે છે તો તે ખોટું નહી હોય. (ફોટો ક્રેડિટ્સ: પરિણીતી ચોપરા ઇન્સ્ટાગ્રામ)

​નયનતારા

નયનતારાના હોઠ પર એકદમ ઉપર એક તલ છે. જોકે આ બ્યૂટી સ્પોટથી હંમેશા સુંદર નથી લાગતો. ઘણી ફિલ્મોમાં રોલ મુજબ તેને ઘણી વાર ગ્રાફિક્સ કે મેકઅપ વડે સંતાડવામાં પણ આવે છે. ખાસ કરીને જો તે પૌરાણિક ભૂમિકા ભજવી રહી હોય, તો આ બ્યૂટી સ્પોચને છુપાવવું મહત્વપૂર્ણ બની જાય છે. (ફોટો ક્રેડિટ્સ: નયનતારા ફેન પેજ ઇન્સ્ટાગ્રામ)

Source link