રિષભ પંત મુદ્દે BCCIનું નિવેદન સામે આવ્યુ, જાણો શું કહ્યું?

Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત થયા બાદ તેની સારવાર ચાલી રહી છે. આજે સવારે રિષભ પંતની કારનો ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેની પુરી કાર સળગી ગઈ હતી. જો કે સદનસીબે રિષભ પંત કારનો કાચ તોડીને નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તેને સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. હવે પંતને લઈને બીસીસીઆઈનું નિવેદન સામે આવ્યુ છે.

બીસીસીઆઈ એક નિવેદન જારીને પરીને રિષભ પંત વિશે માહિતી આપી હતી. બીસીસીઆઈએ કહ્યું કે, રિષભ પંતને રૂરકી નજીક અકસ્માત બાદ સક્ષમ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં તેની સારવાર કરાઈ રહી છે. તેના કપાળ પર બે કટ આવ્યા છે અને જમણા ઘૂંટણમાં અસ્થિબંધન ફાટી ગયું છે. તેને તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને પગના અંગૂઠામાં પણ ઈજાઓ થઈ છે. હાલ પંતની હાલત સ્થિર છે અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે એમઆરઆઈ સ્કેન કરીને ખબર પડશે.

અહીં બીસીસીઆઈ કહ્યું કે, અમે પંતના પરિવારના સતત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ પંતની સારવાર કરી રહેલા ડોક્ટરોના સંપર્કમાં છે. બોર્ડનો પ્રયાસ છે કે પંતને સારામાં સારી સારવાર મળે અને દર્દનાક સ્થિતીમાંથી બહાર નીકળવામાં તમામ પ્રકારની મદદ મળે.

અહીં તમને જણાવી દઈએ કે પંત ખુદ કાર ચલાવીને લઈ રહ્યો હતો ત્યારે સવારે 5.30 વાગે રૂરકી પાસે ઉંઘનું ઝોકુ આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘાયલ પંતે કારના ગ્લાસ તોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો સહેજ પણ મોડુ થતુ તો પંતનું બચવુ મુશ્કેલ હતુ. અકસ્માત બાદ સ્થાનિકોએ તેને ઓળખી લીધો હતો અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.

English summary

BCCI’s statement on Rishabh Pant issue, know what he said?

Story first published: Friday, December 30, 2022, 15:31 [IST]Source link