રિષભ પંત પહેલા આ ક્રિકેટર પણ અકસ્માતનો ભોગ બની ચુક્યા છે

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2018માં દેહરાદૂનથી નવી દિલ્હી જતી વખતે કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે તેે બચી ગયો અને ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરવામાં સફળ રહ્યો.

કરૂણ નાયર

કરૂણ નાયર

ક્રિકેટર કરૂણ નાયર 2016માં અકસ્માતનો ભોગ બન્યો હતો. કરુણ કેરળમાં વેકેશન પર હતો ત્યારે તેના સંબંધીઓ સાથે પમ્પા નદીની પાર બોટમાં અરનમુલા મંદિર જઈ રહ્યો હતો. આ સમયે બોટને અકસ્માત નડ્યો. જો કે સદનસીબે સ્થાનિકોએ તેને બચાવી લીધા.

નિકોલસ પૂરન

નિકોલસ પૂરન

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ નિકોલસ પૂરન પણ ભયંકર અકસ્માતનો ભોગ બની ચુક્યો છે. નિકોલસ પુરણ 2015માં અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે તેને ઘણી સર્જરી પણ કરાવવી પડી હતી.

ઓશેન થોમસ

ઓશેન થોમસ

2022માં વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ઓશેન થોમસ મોટા અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં થોમસની કાર પલટી ગઈ હતી. જો તે સદનસીબે તેનો બચાવ થયો અને વિરામ બાદ તે પરત ફર્યો.

બ્રુસ ફ્રેન્ચ

બ્રુસ ફ્રેન્ચ

1987-88ના પાકિસ્તાન પ્રવાસમાં પ્રેક્ટિસ કરતી વખતે ભીડમાં એક દર્શકે બ્રુસ ફ્રેન્ચને માથા પર બોલ મારી દીધો હતો. આ પછી બ્રુસ ફ્રેન્ચને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો. બ્રુસ ફ્રેન્ચ હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં દરવાજા પર કારનો અકસ્માત થયો. આ પછી બ્રુચ હોસ્પિટલમાં હતો ત્યારે તેના માથા પર લાઈટ પડી.

Source link