રિવ્યૂઃ કેવી છે Madhuri Dixitની ડેબ્યૂ વેબ સીરિઝ The Fame Game? જોવાય કે નહીં?

 

એક્ટરઃ માધુરી દીક્ષિત, સંજય કપૂર, માનવ કૌલ, સુહાસિની મુલે, લક્ષ્યવીર સરણ, રાજશ્રી દેશપાંડે, મુસ્કાન જાફરી
ડિરેક્ટરઃ બિજોય નાંબિયાર, કરિશ્મા કોહલી
શ્રેણીઃ હિંદી, થ્રિલર, ડ્રામા
રેટિંગઃ 3.5/5

અભિષેક શ્રીવાસ્તવઃ બોલિવુડ સુપરસ્ટાર માધુરી દીક્ષિતની (Madhuri Dixit) પહેલી વેબ સીરિઝ ‘ધ ફેમ ગેમ’ (The Fame Game)ની પહેલી સીઝન રિલીઝ થઈ ગઈ છે. આ એક ડ્રામા થ્રિલર સીરિઝ છે, જેમાં એક કપલ અને તેમના સંબંધો વચ્ચે ચાલી રહેલી ગૂંચવણને દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માધુરી દીક્ષિતની સાથે આ સીરિઝમાં પહેલીવાર માનવ કૌલ (Manav Kaul) પણ જોવા મળી રહ્યો છે. આ સીરિઝ પહેલા ‘ફાઈંડિંગ અનામિકા’ના નામથી રિલીઝ થવાની હતી.

કહાણી
એક ફિલ્મ પ્રોડ્યૂસર નિખિલ મોરે (સંજય કપૂર) (Sanjay Kapoor) ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તે બોલિવુડ સ્ટાર પત્ની (માધુરી દીક્ષિત) અને સ્ટાર મનીષ ખન્નાને (માનવ કૌલ) લઈને મોટી ફિલ્મ બનાવવા માગે છે. એક સમય પર અનામિકા અને મનીષનું અફેર હતું. અચાનક એક દિવસ અનામિકા ગાયબ થઈ જાય છે. કોઈને જાણ થતી નથી કે અનામિકાનું અપહરણ થયું છે કે મર્ડર. જે બાદ તપાસ શરૂ થાય છે જેમાં કેટલાક લોકો પર શંકા કરવામાં આવે છે.

મૂવી રિવ્યૂ- ગંગુબાઈ કાઠિયાવાડી

રિવ્યૂ
આ વેબ સીરિઝની મુખ્ય યુએસપી માધુરી દીક્ષિત છે જે આ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે. માધુરી દીક્ષિત, સંજય કપૂર અને માનવ કૌલ તેમના પાત્રમાં સારા દેખાય છે પરંતુ કેટલાક સીનમાં માધુરી અને માનવની જોડી જામતી નથી. કહાણી તો સારી છે પરંતુ તેમા ઘણી કમી છે. પૂરી કહાણી ક્યારેય વર્તમાનની સાથે ફ્લેશબેકમાં પણ ચાલે છે. ફિલ્મની કહાણી ધીમે-ધીમે આગળ વધે છે અને તેથી ક્યારેક ભારરૂપ પણ લાગે છે. આ સીરિઝમાં સમલૈંગિક સંબંધોને પણ દેખાડવામાં આવ્યા છે પરંતુ કેમ દેખાડાયા છે, તે સમજથી ઉપર છે.

માધુરી દીક્ષિતને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે, તેમા બેમત નથી પરંતુ માત્ર તેના જ ક્રેઝ પર સીરિઝ હિટ કરાવી લેવી તે મુશ્કેલ કામ છે. તેવા સમય પર જ્યારે દર અઠવાડિયે કોઈ વેબ સીરિઝ રિલીઝ થાય છે, દર્શકોને બાંધવા મુશ્કેલ કામ છે. ‘ધ ફેમ ગેમ’ દ્વારા બોલિવુડ સેલેબ્સના અંગત અને પારિવારિક જીવનને દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે નવું નથી. માનવ કૌલ તેના રોલમાં બેસ્ટ છે. સપોર્ટિંગ કાસ્ટે પણ સારુ કામ કર્યું છે. પરંતુ આ સીરિઝ સ્લો છે તેથી જો તમે કોઈ સ્લો કહાણી જોઈ શકતા હો તો તેમા કંઈ ખોટુ નથી.

કેમ જોવી?
માધુરી દીક્ષિતના ગ્લેમર અને માનવ કૌલની એક્ટિંગ માટે આ સીરિઝ જોઈ શકો છો.

Source link