રિતિક રોશનની બહેનના ગુડ લૂક્સ પરથી નજર નહીં હટે, ગ્લેમરસ ફોટોઝ સામે જ્હાનવી-સારા પણ ફૅલ

 

​કો-ઓર્ડ સેટમાં પશ્મિના

હાલમાં પશ્મિનાએ સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટોઝ શૅર કર્યા છે જેને જોઇને લોકો તેના ફેન્સ બની ગયા છે. આ બ્યૂટી રેડ કલરના કો-આર્ટ સેટમાં હોટ પોઝ આપી રહી છે. પશ્મિનાએ આ સેટમાં સ્ટ્રેપલેસ બ્રાલેટ ટોપ સાથે એસિમેટ્રિકલ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે, આમાં તે તેની પાતળી કમર અને લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ ફોટોઝ જોયા બાદ તમે તેની અન્ય તસવીરો જોશો તો ચોક્કસથી માનશો કે તેની ફેશન સેન્સ વખાણવાલાયક છે.

બેકલેસ મિની ડ્રેસ

આ ફોટોમાં પશ્મિનાએ મલ્ટીકલર બેકલેસ મિની ડ્રેસ પહેરીને કિલર પોઝ આપ્યા છે, આ ફોટોઝમાં પણ તે તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે.

​વેકેશન આઉટફિટનું અલગ કલેક્શન

પશ્મિના સારી રીતે જાણે છે કે વેકેશનમાં તેણે કેવા પ્રકારના આઉટફિટ્સમાં ટોન્ડ ફિગર ફ્લૉન્ટ કરવાનું છે. આ ફોટોમાં તે ઓફવાઇટ કલરની મોનોકિનીમાં સાઇકલિંગ કરતી જોવા મળે છે. તેણે સનબાથ કરવા માટે પરફેક્ટ આઉટફિટ પસંદ કર્યો છે.

​ઉનાળા માટે પરફેક્ટ આઉટફિટ

ઉનાળામાં આ પ્રકારના ફ્લોરલ પ્રિંટ્સવાળા આઉટફિટ ખૂબ સુંદર લાગે છે. જો તમે પણ વેકેશન પર જઇ રહ્યા હોવ તો આ પ્રકારના કો-ઓર્ડ સેટ પોતાના માટે ખાસ લો. રેપ ટોપ કે સ્લિટ સ્કર્ટ તમારા લૂકને સેક્સી બનાવશે.

​કેઝ્યુઅલ લૂકમાં લાગી કિલર

રેડ કલરના નિટેડ ક્રોપ ટોપ સાથે પશ્મિનાએ બ્લૂ ડેનિમ રિપ્ડ જીન્સ પહેર્યું હતું. આ જીન્સની હેમલાઇન ફ્લેયર્ડ હતી. મિનિમલ મેકઅપમાં પશ્મીના ખૂબ હોટ લાગી રહી છે.

​ભાઇ સાથે આવું છે બોન્ડિંગ

પશ્મિના તેના કઝિન ભાઈ રિતિક રોશનની ખૂબ જ નજીક છે અને તે દરેક ફંક્શનમાં તેની સાથે સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળે છે. ભારતીય અવતારમાં તે રિતિક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

Source link