રાષ્ટ્રીય રમત ગમત પુરસ્કારોની જાહેરાત,30 નવેમ્બરે મળશે એવોર્ડ

આગામી 30 નવેમ્બર ના રોજ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પ્રદાન કરશે સોમવારે આ અંગેની માહિતી રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર શરથ કમલ અચંતાને આપવામાં આવશે. આ સિવાય રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 25 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. પુરસ્કાર વિજેતાને 30 નવેમ્બર 2022 બુધવારના રોજ સાંજે 4:00 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં એક વિશેષ સમારોહનું આયોજિન કરવામાં આવ્યું છે તેમાં ભારતના રાષ્ટ્રપતિ છે આ પુરસ્કાર પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે, સમિતિની ભલામણ પર યોગ્ય તપાસ બાદ સરકારે આ ખેલાડીઓ તેમજ કોચ અને સંસ્થાઓને પુરસ્કાર પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે.

ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડી અચંત શરત કમલને દેશના સર્વોચ્ચ રમત સન્માન મેંજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અચંત શરત કમલ ટેબલ ટેનિસમાં એક મોટું નામ છે અને તે રાષ્ટ્રીય મંડલ રમત ગમતમાં સ્વર્ણ પદક મેળવી ચૂકેલી છે. જે ખેલાડીઓને અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમાં એચ.એસ પ્રણય અને લક્ષ્ય સેન એલ્ડોસ પોલ, અવિનાશ સબલે, જેવા ખેલાડીઓનું નામનો સમાવેશ છે. આ સિવાય સાત કોચોને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Source link