રાશિદ ખાને જણાવ્યુ કોણ હશે ભારતનો નવો T20 કેપ્ટન? જાણો કોનુ લીધુ નામ

હાર્દિકે ગુજરાતને બનાવ્યુ ચેમ્પિયન

હાર્દિકે ગુજરાતને બનાવ્યુ ચેમ્પિયન

ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં હાર્દિક પંડ્યાનો મોટો ફાળો હતો. તેણે પોતાની ટીમ વતી બેટ વડે રન બનાવવાનું ચાલુ રાખ્યું. જેના કારણે ટીમ પ્રારંભિક મેચો સરળતાથી જીતવામાં સફળ રહી હતી. અફઘાનિસ્તાન અને ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને તેના IPL કેપ્ટન હાર્દિક પંડ્યા વિશે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

ભારતની કપ્તાની માટે હાર્દિક એકદમ ફીટ

ભારતની કપ્તાની માટે હાર્દિક એકદમ ફીટ

રાશિદ ખાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનવાનો હકદાર ગણાવ્યો હતો. ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા રાશિદે કહ્યું કે પંડ્યા એક શાનદાર ખેલાડી છે. મને લાગે છે કે તે ભારતીય ટીમનો T20 કેપ્ટન બનવા લાયક છે. જો હાર્દિક પંડ્યાને ભારતના T20 કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે તો મને ખુશી થશે. IPLમાં તેની સાથે મારી અદ્ભુત સફર રહી, તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટીમના ખેલાડીઓને સારી રીતે સંભાળ્યા હતા.

પંડ્યા થશે બેસ્ટ કેપ્ટન

પંડ્યા થશે બેસ્ટ કેપ્ટન

વર્ષ 2022 T20 વર્લ્ડ કપમાં ભારત ફરી એકવાર પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યું. આ પછી વર્ષ 2024માં ભારતીય ટીમની કમાન કોણ સંભાળશે? આ અંગે ઘણી વાતો થઈ રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના દિગ્ગજો માને છે કે હાર્દિક પંડ્યા ટીમ માટે વધુ સારો કેપ્ટન સાબિત થઈ શકે છે. રાશિદ ખાને પણ સંમતિ આપી અને કહ્યું કે હાલમાં ભારતીય ટીમમાં પંડ્યાથી સારો T20 કેપ્ટન કોઈ નથી.

Source link