રાત્રે ઘરઘંટીની જેમ વાગતા નસકોરાથી પરેશાન છો? Malaika Aroraના ટ્રેનર આપેલી 3 સરળ ટિપ્સથી કરો આ સમસ્યાનો કાયમી ઇલાજ

Easy & Natural Remedies for Snoring: આજના સમયમાં મોટાંભાગે લોકોના રાત્રે ઉંઘમાં નસકોરા વાગતા હોય છે. ભલે આ સમસ્યા સામાન્ય લાગે પરંતુ ઉંઘમાં નસકોરા વાગવા અનેક ગંભીર બીમારીઓનો સંકેત હોઇ શકે છે.

NCBIમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, નસકોરાથી 46 ટકા સુધી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ સિવાય નસકોરાની સમસ્યા સ્લિપ એપનિયા (Sleep apnea)ના કારણે પણ થતી હોય છે, જે હૃદયરોગની સંભાવનાઓને વધારે છે. આ ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં ડાયાબિટીસનું જોખમ પણ વધારે હોય છે. તેથી જો તમે આ આદતને સામાન્ય ગણતા હોવ તો સાવધ થઇ જાવ.

નસકોરાની સમસ્યાને કુદરતી રીતે અને સરળતાથી પણ દૂર કરી શકાય છે. આ માટે બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora)ના ફિટનેસ ટ્રેનર સર્વેશ શશિ (Sarvesh Shashi, Indian Yoga Entrepreneur)એ કેટલીક સરળ ટિપ્સ આપી છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​આ ત્રણ યોગાસન કરશે ઇલાજ

ફિટનેસ ટ્રેનર સર્વેશ શશિ જણાવે છે કે, નસકોરા બોલાવવાથી તમારી ઉંઘની ગુણવત્તા પ્રભાવિત થાય છે એટલું જ નહીં, તમારાં બેડ પાર્ટનરની ઉંઘ પર પણ અસર પડી શકે છે. આનાથી બચવાની સરળ રીત છે ત્રણ યોગાસન – ધનુરાસન, ભુજંગાસન અને ભ્રામરી પ્રાણાયામ.

​આ ત્રણ યોગાસનના ફાયદાઓ

 • પેટ અને પીઠની માસપેશીઓ બનશે મજબૂત
 • પોસ્ટ પોશ્ચરને એડજસ્ટ કરશે
 • ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડશુગર લેવલને જાળવી રાખશે
 • પિટ્યૂટરી અને પીનિયલ ગ્રંથિઓને ઉત્તેજિત કરશે
 • માનસિક તણાવ દૂર થશે
 • બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે
 • શરીરને લવચિક બનાવશે

નસકોરાની સમસ્યા દૂર કરશે એક્સપર્ટની આ 3 સરળ ટિપ્સ

​આ રીતે કરો ધનુરાસન

 • આ આસનને કરવા માટે સૌથી પહેલાં જમીન પર પેટના બળે સૂઇ જાવ
 • હવે હાથને કમરની બાજુમાં રાખીને જમીન પર ટેકવો અને શરીરને એકદમ સીધું રાખો
 • હવે પગે ઘૂંટણથી વાળીને પાછળની તરફ લાવો અને પગના પંજાને હાથથી પકડી લો
 • એડીને થોડી ઉપરની તરફ ઉઠાવો અને જેનાથી ખભા ખેંચાય અને શરીર થોડું ઉપર ઉઠે
 • ધ્યાન રાખો કે છાતી અને જાંઘ ઉપરની તરફ ઉઠી રહી હોય અને કમર જમીન પર અડેલી હોય

​આવી રીતે કરો ભૂજંગાસન

 • તમારાં પગની એડીઓ પર બેસી જાવ
 • હવે હાથને તમારી જાંઘ પર રાખો, આ મુદ્રાને વજ્રાસન કહે છે
 • હવે બંને હાથને શ્વાસ અંદર લેતી વખતે ઉપરની તરફ ઉઠાવો
 • સામેની તરફ ઝૂકતા બંને હાથને આગળ સમાંતર ફેલાવો, શ્વાસ છોડતી વખતે હથેળીઓને જમીન પર ટેકવી દો
 • ત્યારબાદ છાતીને જમીન પર સ્પર્શ કરતાં આગળની તરફ ધીરેધીરે લઇને જાવ, જ્યાં સુધી તે હાથના સમાંતરે ના આવી જાય
 • હવે હાથને સીધા રાખીને પેટને જમીન પર લગાવતા છાતીને આગળ અને ઉપરની તરફ કરો
 • હવે આ સ્થિતિમાં પીઠને ઘનુષાકાર બનાવીને માથાને આગળની તરફ ઝૂકાવતા જમીન પર ટેકવી દો
 • થોડીવાર આ સ્થિતિમાં રહો અને શ્વાસોશ્વાસ ધીમેધીમે કરતાં તમારાં શરીરને સીધું કરો.

​આ રીતે કરો ભ્રામરી પ્રાણાયામ

 • એક સમતળ પર શાંત, પ્રાણાયામ મુદ્રામાં બેસી જાવ
 • આંખોને બંધ કરી લો
 • હબંને હાથની અનામિકા આંગળીથી તમારાં કાન બંધ કરી લો
 • હવે ઉંડા શ્વાસ લો
 • મોંઢાને ખોલ્યા વગર ભ્રમરની જેમ અવાજ કાઢો
 • ધીમે-ધીમે શ્વાસ છોડો
 • આ પ્રક્રિયાને 6-7 વાર રિપિટ કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.Source link