રશિયા યુક્રેન યુદ્ધના 7મા દિવસની અપડેટ | Russia Ukraine war seventh day big updates-Dlight News

 

બિડેનનો પુતિન પર પ્રહાર

બિડેનનો પુતિન પર પ્રહાર

અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની તીખી આલોચના કરી છે અને સ્ટેટ ઑફ ધી યૂનિયન ભાષણમાં સંકટગ્રસ્ત યૂક્રેની લોકો માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું છે. અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેને યૂક્રેનના સમર્થનમાં પોતાના સદનમાં હાજર તમામ લોકોને યૂક્રેનના લોકો માટે ઉભા થવા અને રશિયાને આકરો અને અચૂક સંદેશ મોકલવાના શંકેત આપવા માટે કહ્યું. જે બાદ સદનમાં હાજર તમામ અમેરિકી સાંસદોએ ઉભા થઈ યૂક્રેનની બહાદુરી માટે તાળીઓ વગાડી અને આ દરમિયાન કેટલાય અમેરિકી સાંસદોએ યૂક્રેનનો ઝંડો લહેરાવ્યો હતો. આની સાથે અમેરિકી પ્રેસિડેન્ટ યૂક્રેનની મદદ માટે 100 કરોડ ડૉલરની મદદ આપવાનું એલાન કર્યું છે અને કહ્યું કે પુતિને યૂક્રેન પર આક્રમણ કરી બહુ મોટી ભૂલ કરી દીધી છે અને તેઓ વિચારી રહ્યા હતા કે દુનિયા તેમની આગળ ઝૂકી જશે પરંતુ તેઓ ખોટા હતા.

બુધવારે સવારે યુક્રેનની રાજધાની કિવ અને અન્ય કેટલાંક યુક્રેનિયન શહેરો પર હજુ પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો અને રશિયન દળો આક્રમક રીતે આગળ વધી રહ્યા હતા. રશિયન સેના હવે રાજધાની તરફ આગળ વધી છે. યુક્રેનના ગૃહ પ્રધાન એન્ટોન ગેરાશ્ચેન્કોના સલાહકારે તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે કિવના પશ્ચિમમાં ઝાયટોમિર શહેરમાં રશિયા દ્વારા વસ્તીવાળા વિસ્તાર પર ક્રુઝ મિસાઇલ હુમલામાં ચાર નાગરિકોના મોત થયા છે. તે જ સમયે, મંગળવારે ઓછામાં ઓછા 11 લોકોની હત્યા કર્યા પછી, યુક્રેનના બીજા શહેર ખાર્કિવમાં આજે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. બોમ્બ ધડાકા બાદ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શહેરમાં બોમ્બ ધડાકા બાદ સર્વત્ર વિનાશ જોવા મળી રહ્યો છે.

કયા શહેરો પર રશિયાનો કબ્જો

કયા શહેરો પર રશિયાનો કબ્જો

બ્રિટેનના રક્ષા મંત્રાલય મુજબ રશિયન સેનાએ યૂક્રેનના બીજાં સૌથી મોટાં શહેર ખાર્કિવ અને ખેરસૉન અને મારિયુપોલના દક્ષિણી શહેરો પર કબ્જો કરી લીધો છે અને અહીં હજારો લોકો હજી પણ યૂક્રેન છોડી બહાર નીકળી રહ્યા છે. જ્યારે ગાર્ડિયનના સંવાદદાતા મુજબ રશિયન રક્ષામંત્રાલયે પણ લોકોને જલદી જ કીવ અને ખાર્કિવ છોડીને બહાર નીકળી જવાની ચેતવણી આપી છે. જયારે હવે રશિયન સેના સીધી રીતે રાજધાની કીવ પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહી છે અને સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે 6,80,000થી વધુ લોકો પહેલેથી જ શહેર છોડીના ભાગી ગયા છે.

યૂક્રેનને આર્થિક મદદ

યૂક્રેનને આર્થિક મદદ

અમેરિકાએ જ્યાં યૂક્રેનને એક અબજ ડૉલરની આર્થિક મદદ આપવાનું એલાન કર્યું છે ત્યાં જ આઈએમએફ અને વિશ્વ બેંકે યૂક્રેનમાં રશિયન કાર્યવાહી અને ત્યાંથી લોકોની ભયાનક પીડાની નિંદા કરી છે. સંગઠનોએ યૂક્રેન માટે 3 અબજ ડૉલરના પેકેજનું વચન આપ્યું છે. જ્યારે Appleએ કહ્યું કે તેઓ રશિયામાં પોતાની બધી જ પ્રોડક્ટનું વેચાણ બંધ કરી દેશે. જ્યારે, એરલાયન્સ બનાવતી કંપની બોઈંગે મોસ્કોમાં “પ્રમુખ સંચાલન”, સાથે જ “રશિયન એરલાયન્સ માટે ભાગો, મેઈન્ટેનન્સ અને ટેક્નોલોજીકલ સહાયતા સેવાઓ” સસ્પેન્ડ કરી દીધી છે. નાઈકે સાથે ફોર્ડ અને બ્રિટિશ કાર નિર્માતા જગુઆર લેન્ડ રોવરે પણ પરિચાલનને સસ્પેન્ડ કરી દીધું છે.

ભારતીય વિદ્યાર્થીનું મોત

ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અને કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીનું ગોળીબારમાં મોત થયું છે. આ વિદ્યાર્થી કર્ણાટકના ચલગેરીનો રહેવાસી હતો અને વિદ્યાર્થીના મોત માટે કોણ જવાબદાર છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

70 યૂક્રેની સૈનિકનાં મોત

70 યૂક્રેની સૈનિકનાં મોત

મંગળવારે રશિયન રોકેટ હુમલામાં 70થી વધુ યૂક્રેની સૈનિકો મૃત્યુ પામ્યા છે અને ગોળીબારમાં ડઝનેક નાગરિકોના મોત થયાં છે. યૂક્રેની અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, એક વિશાળ રશિયન સૈન્ય કાફલો રાજધાની કીવ પાસે પહોંચી ચૂક્યો છે. જ્યારે, ખાર્કિવ ક્ષેત્રના પ્રમખ ઓલેગ સિનેગુબોવે કહ્યું કે, રશિયાએ યૂક્રેનના બીજા સૌથી મોટા સહેરના કેનદ્ર પર હુમલો કર્યો હતો અને રશિયન સૈનિકોએ યૂક્રેનના આવાસીય ક્ષેત્ર અને ક્ષેત્રીય પ્રશાસન ભવનોને પણ નિશાન બનાવ્યા છે. જ્યારે રાતભર થયેલા હુમલા બાદ રશિયાએ ખારસન શહેર પર કબ્જો કર્યો છે.

યૂક્રેનના પ્રેસિડેન્ટની લલકાર, કહ્યું- સાબિત કરો તમે અમારી સાથે છો

યૂક્રેનના પ્રેસિડેન્ટની લલકાર, કહ્યું- સાબિત કરો તમે અમારી સાથે છો

યુદ્ધના છઠ્ઠા દિવસે એક વીડિયોકોલના માધ્યમથી યૂરોપીય સંસદને સંબોધિત કરતાં યૂક્રેનના પ્રેસિડેન્ટ વલોડિમિર જેલેંસ્કીએ એક ભાવનાત્મક ભાષણ આપ્યું, જેમાં યૂરોપીય નેતાઓને કહ્યું “પ્રકાશ અંધારા પર જીત હાંસલ કરશે.” તેમણે કહ્યું કે, ‘આપણે માત્ર આપણી જમીન અને આપણી આઝાદી માટે લડી રહ્યા છીએ. અને મારો વિશ્વાસ કરો, એ હકીકત હોવા છતાં કે આપણા દેશના તમામ મોટા શહેરો હવે અવરોધિત છે, હજી પણ કોઈ આપણી સ્વતંત્રતા અને રાજ્યમાં પ્રવેશ કરશે નહીં.’ તેમણે યૂરોપિયન યૂનિયનને કહ્યું, ‘તમે અમારી સાથે છો તો સાબિત કરો. સાબિત કરો કે તમે અમને એકલા નહીં ચોડો. સાબિત કરો કે તમે વાસ્તવમાં યૂરોપીય છો. અને તે બાદ જીવન, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરશું અને પ્રકાશ અંધારા પર વિજય પ્રાપ્ત કરશે.”

Source link