રશિયાનો પલટવાર, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઘણા મોટા અમેરિકી અધિકારીઓ પર લગાવ્યા પ્રતિબંધ | Russia sanctions imposed on President Joe Biden and many top US officials

મૉસ્કોઃ રશિયાએ અમેરિકાને ઈંટનો જવાબ પત્થરથી આપવાનુ મન બનાવી લીધુ છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને લઈને પલટવાર કરીને રશિયાએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઘણા અન્ય અમેરિકી રાજનાયકો પર પ્રતિબંધ લગાવી દીધા. તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલોને લઈને રશિયા સામે અમેરિકાએ ઘણા પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી હતી જેના જવાબમાં રશિયાએ આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત રશિયા પ્રતિબંધ સૂચિમાં અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સહાયક જેક સુલિવન, યુએસ ચીફ ઑફ સ્ટાફના અધ્યક્ષ માર્ક મિલે અને ઘણા અન્ય મોટા અમેરિકી અધિકારી શામેલ છે.

 

US-Russia

 

લાંબી થઈ શકે છે પ્રતિબંધોમાં શામેલ લોકોની સૂચિ

રશિયન વિદેશ મંત્રાલયે કહ્યુ કે દેશ સામે ઘૃણા ફેલાવવા માટે આ પ્રતિબંધિત સૂચિમાં ઘણા અમેરિકા નાગરિકોને પણ શામેલ કરવામાં આવી શકે છે. મંત્રાલયે કહ્યુ છે કે નજીકના ભવિષ્યમાં મોટા અમેરિકી અધિકારીઓ, સૈન્ય, ધારાસભ્યો, વેપારીઓ, વિશેષજ્ઞો અને મીડિયાકર્મીઓને શામેલ કરીને પ્રતિબંધોની સૂચિનો વિસ્તાર કરવા માટે નવી ઘોષણાઓ કરવામાં આવશે જે રુસોફોબિક છે અથવા જે રશિયા પ્રત્યે ઘૃણાને ભડકાવવામાં યોગદાન આપે છે.

તમને જણાવી દઈએ કે અમેરિકા ઉપરાંત ઘણા પશ્ચિમી દેશોએ યુક્રેન સામે યુદ્ધને લઈને રશિયા પર કડક આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. રશિયાની સામાન્ય જનતા પર આની સૌથી વધુ અસર પડી છે. રશિયામાં મોંઘવારી વધી ગઈ છે અને રશિયાની મુદ્રા રુબલ ઉંધા માથે પટકાઈ ગઈ છે. ખાદ્ય વસ્તુઓના ભાવ દેશમાં આકાશને આંબી રહ્યા છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ રશિયા વિદેશી મુદ્રામાં ડૉલર અને યુરો રિઝર્વનો ઉપયોગ નથી કરી શકતુ. આના વિકલ્પ તરીકે રશિયા ચીની મુદ્રા યુઆનનો ઉપયોગ કરશે. રશિયાના નાણામંત્રી અંટોન સિલુઆનોવે આ માહિતી આપી. આંતરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે રશિયા જે વસ્તુઓની આયાત નથી કરી શકુ તેના ભાવ ફરીથી વધી ગયા છે. એટલુ જ નહિ રશિયાની નાણાકીય સંસ્થાઓને SWIFT આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાંથી હટાવી દેવામાં આવી છે જેના કારણે રશિયામાં પેમેન્ટ કરવાનુ અને રશિયાનુ બહાર પૈસા મોકલવાનુ મુશ્કેલ બની ગયુ છે.

 

Source link