રશિયાથી ગોવા આવી રહેલી એક ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તેને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે.
World
oi-Manisha Zinzuwadia
રશિયાથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વિમાનમાં 238 લોકો સવાર હતા. સુરક્ષા એલર્ટને લઈને વિમાનને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવ્યુ છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ રશિયાના પર્મ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગોવા માટે આવી રહેલી અજૂર એરના એક ચાર્ટર્ડ વિમાનને ધમકી મળી. ત્યારબાદ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં બે બાળકો અને 7 ચાલક દળ સહિત કુલ 238 મુસાફરો છે.
ઈમેલથી મળી બૉમ્બથી ઉડાવવાની ધમકી
સમગ્ર ઘટનાથી વાકેફ અધિકારીઓએ જણાવ્યુ કે મોસ્કોથી ગોવા જઈ રહેલા વિમાનમાં બૉમ્બની ધમકી મળી છે. જ્યારે ઈમેલ દ્વારા ધમકી મોકલવામાં આવી ત્યારે ગોવા એરપોર્ટના ડાયરેક્ટર (ડાબોલિમ) ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાના હતા. અધિકારીઓએ જણાવ્યું કે અજૂર એર વિમાનમાં જે પણ 247 મુસાફરો સવાર હતા તેમને ઉઝબેકિસ્તાન લઈ જવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં અજૂર એરની અન્ય ચાર્ટર ફ્લાઇટને બૉમ્બની ધમકી મળી હતી. ગુજરાતના જામનગરમાં 9મી જાન્યુઆરીની રાત્રે અજૂર એરલાઈન્સને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ તેનુ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. વિમાનમાં 236 મુસાફરો સવાર હતા. જે પછી રશિયન દૂતાવાસે કહ્યુ હતુ કે, ‘ભારતીય અધિકારીઓ દ્વારા દૂતાવાસને મોસ્કોથી ગોવા જતા અજૂર એર ફ્લાઇટમાં કથિત બૉમ્બની માહિતી વિશે જાણ કરવામાં આવી હતી. જે બાદ એરક્રાફ્ટનુ જામનગર ઈન્ડિયન એરફોર્સ બેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. સત્તાવાળાઓ વિમાનની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.’
અગાઉ થોડા દિવસો પહેલા દિલ્લીથી પૂણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પણ બૉમ્બ હોવાની જાણ થઈ હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરવાની હતી ત્યારે જ ફ્લાઇટમાં બૉમ્બ હોવાની જાણ થઈ, ત્યારબાદ ટેકઓફમાં ઘણો વિલંબ થયો હતો. સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યુ કે બૉમ્બની ધમકી મળતાં એરપોર્ટ ઑપરેશન કંટ્રોલ સેન્ટર (AOCC) એ સિક્યોરિટી ઑપરેશન કંટ્રોલ સેન્ટર (SOCC) ને જાણ કરી અને બૉમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની રચના કરવામાં આવી. જો કે, બાદમાં, પોલીસે એક 24 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી, કારણ કે તેણે તેના મિત્રોને બે મહિલાઓ સાથે થોડો વધુ સમય પસાર કરવામાં મદદ કરવા માટે નકલી કોલ કર્યા હતા. આ વ્યક્તિ રજા પર મનાલીમાં મળ્યો હતો.
An Azur Air chartered flight from Russia’s Perm International Airport to Goa received a security threat. Following this, the flight was diverted to Uzbekistan. A total of 238 passengers, including 2 infants, and 7 crew are onboard: Airport Sources pic.twitter.com/2JKe9bWeO8
— ANI (@ANI) January 21, 2023
English summary
Russia to goa Azur Air chartered flight received a security threat diverted to Uzbekistan
Story first published: Saturday, January 21, 2023, 12:17 [IST]