Sports
oi-Balkrishna Hadiyal
T20 વર્લ્ડકપમાં ખરાબ રીતે હાર્યા બાદ ભારતીય ટીમને લઈને એક પછી એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે બાંગ્લાદેશ સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મળતી વિગતો અનુસાર, ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે.
T20 વર્લ્ડકપમાંથી બહાર થયેલા રવિન્દ્ર જાડેજા માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે મળતી વિગતો અનુસાર, જાડેજા હજુ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. હાલમાં જ તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી, જેમાંથી તે હજુ બહાર આવ્યો નથી.
અહીં તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી. ઈજાના કારણે તેને ગ્રુપ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટ છોડી દેવી પડી હતી. આ પછી તેને ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાંથી પણ બહાર રહ્યો હતો.
T20 વર્લ્ડકપના બાદ પણ રવિન્દ્ર સતત ઈજા સામે ઝઝૂમતો રહ્યો છે. જાડેજાને ન્યૂઝીલેન્ડ સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમમાં પસંદ કરાયો નહોતો. હવે બાંગ્લાદેશના પ્રવાસ માટે ODI અને ટેસ્ટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. હવે ઈજા થતા તેમાંથી પણ બહાર થયો છે. ટેસ્ટ સિરીઝ સુધીમાં સંપૂર્ણ ફિટ થઈ જવાની અપેક્ષા છે.
અહીં તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં જાડેજાના સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન શાહબાઝ અહેમદનો સમાવેશ કરાયો છે. શાહબાઝ અહેમદે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.
English summary
Ravindra Jadeja out of ODI series against Bangladesh, know the reason?
Story first published: Wednesday, November 23, 2022, 22:29 [IST]