રંગારંગ કાર્યક્રમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો ખેલ મહાકુંભનો પ્રારંભ!

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે ખેલ મહાકુંભ 2022નો શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાન મોદી રોડ શો યોજીને સાંજે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સ્ટેડિયમમાં હાજર મોટી સંખ્યામાં લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. રાજ્યના ગૃહ મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સૌ પ્રથમ વડાપ્રધાન મોદી અને રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું.

ખેલ મહાકુંભની શરૂઆત વડાપ્રધાન મોદીએ જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કરાવ્યું હતું. જેનો હેતું ગુજરાતમાં રમત ગમતનો વિકાસ થાય અને રાષ્ટ્રીય તથા વૈશ્વિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવાનો હતો. શનિવારે રંગારંગ કાર્યક્રમ સાથે વડાપ્રધાને ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી હતી.

ખેલ મહાકુંભની ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી ખેલ મહાકુંભમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. 1100 જેટલા કલાકારોએ પરફોર્મ કર્યું હતું. જ્યારે રાજ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે.

Source link