યૂક્રેનથી બહાર નિકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાયું, તિરંગો ઉઠાવ્યો | Pakistani students sing national anthem, lift tricolor to get out of Ukraine

 

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતીય ત્રિરંગાની મદદ લીધી

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતીય ત્રિરંગાની મદદ લીધી

એક તરફ જ્યાં ભારત ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને સતત દશ લાવી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ અહીં સમસ્યાનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને અહીંથી કાઢવા માટે પાકિસ્તાન સરકાર કંઈ ખાસ પગલાં નથી ભરી રહી. જેને પગલે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ભારતીય ઝંડાની મદદથી અહીંથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યા છે. ખુદ પાકિસ્તાની વિદ્યાર્થી આ વાત સ્વીકારી રહ્યા છે કે ભારતીય ઝંડાથી તેમને મદદ મળી રહી છે.

યૂક્રેનમાં જીવ બચાવી રહ્યો છે ભારતીય ત્રિરંગો

યૂક્રેનમાં જીવ બચાવી રહ્યો છે ભારતીય ત્રિરંગો

ખુદ પાકિસ્તાનના વિદ્યાર્થીએ પોતાના અનુભવો શેર કર્યા. પાકિસ્તાનના વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે જે ફ્લેટમાં રહીએ છીએ ત્યાં આર્મી સાથે અમારી વાત થઈ હતી તો તેમણે કહ્યું હતું કે તમારો ઝંડો ભારતીય હોય તો તમારે ડરવાની કોઈ જરૂરત નથી કેમ કે ભારત અને રશિયા વચ્ચે બધું જ ઠીક ચાલી રહ્યું છે. જે બાદ અમે તરત ભારતીય ઝંડાનો ઈંતેજામ કર્યો, અમે અમારી બસ સામે બે ભારતીય ઝંડા લગાવી દીધા છે જેથી અમે આસાનીથી બહાર નીકળી શકીએ અને ખરેખર આ કામ કરી ગયું. ભારતીય ઝંડો જોઈ લોકોએ વિચાર્યું કે અમે ભારતીય વિદ્યાર્થી છીએ અને મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે અમને આસાનીથી બહાર જવા માટે ક્લિયરન્સ મળતું ગયું.

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું- ત્રિરંગો ઉઠાવ્યો

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું- ત્રિરંગો ઉઠાવ્યો

યૂક્રેનથી રોમાનિયાના બુચારેસ્ટ પહોંચનાર પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતીય ઝંડાનો આભાર વ્યક્ત કર્યો. એક વિદ્યાર્થીએ પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે જ્યારે અમને માલૂમ પડ્યું કે ભારતીય ઝંડાની મદદથી અમે આસાનીથી બહાર નીકળી શકીએ છીએ તો તરત જ અમે બજાર ગયા અને સ્પ્રે લઈને આવ્યા, જે બાદ સફેદ કપડાંમાં અમે ભારતીય ઝંડો બનાવ્યો. જે બાદ અમે ઘરેથી બહાર નીકળ્યા અને રાષ્ટ્રગાન ગાયું અને તિરંગો લહેરાવ્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ સંકટમાં ભારતીય ઝંડો અને ભારતીય લોકો બંને બહુ કામ આવ્યા.

ઓપરેશન ગંગા

ઓપરેશન ગંગા

જણાવી દઈએ કે ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેનથી બહાર કાઢવા માટે મોદી સરકાર સતત કોશિશ કરી રહી છે. જેના માટે ચાર મંત્રીઓની એક ટીમને યૂક્રેનમાં સીમાવર્તી દેશોમાં મોકલવામાં આવી છે જે સ્થાનિક સરકારની મદદથી યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે મિશન ચલાવી રહ્યા છે. પાછલા 24 કલાકમાં 1300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે આની જાણકારી આપી છે.

Source link