યૂકેમાં ઋષિ સુનક પ્રધાનમંત્રી બને તે પહેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

World

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

ભારતીયોમાં વિદેશ અભ્યાસ કરવા જવાનો ક્રેજ વધતો જઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ બ્રિટન, અમેરિકા ઑસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝિલેન્ડ સહિતના દેશોમાં જઇને પોતાનું કેરિયર બનાવાનું સપનુ જોઇ રહ્યા છે તેના ભાગ રૂપે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદેશની ધરતી પર જઇને પોતાના કેરિયરની ગાંડી પાટે ચડાવા માગે છે. યૂનાઇટેડ કિંગડમમાં ભારતીય નગરીકોને આપવામાં આવતા વિઝામાં 273 ટકાનો વધારો થયો છે. યુકે હોમ ઓફિસ દ્વારા આકંડા જાહેર કરવામા આવ્યા છે. યુકેમાં વિઝાની સંખ્યામાં વઘારા સાથે ભારતે ચીનને પણ પાછળ છોડી દિધુ છે. બ્રિટનની ઓફિસો ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામા આવેલ ઇમેગ્રેશન ડેટા દ્વારા આ વાત સામે આવી છે.

યૂકેમાં જે રીતે ભારતીયોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે જોતા કહી શકાય કે, બ્રિટન મિની ઇન્ડિયા બની રહ્યુ છે. પણ આવુ કેમ થઇ રહ્યુ છે.? આ પાછળનું કારણ શુ છે?

યુકે હોમ ઓફિસના ડેટા અનુસાર બ્રિટને સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં બારતીય વિદ્યાર્થીઓને 1,27,731 અભ્યાસ વિઝા જારી કર્યા છે. જ્યારે 2019 માં ભારતીયોને મળેલા સ્ટડી વિઝાના સંખ્યા માત્ર 34,261 હતી. એટેલે કે, 273 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ જો ચીનની વાત કવરામા આવે તો ભારત પછી બીજા નંબર પર છે. જ્યારે અત્યાર સુધી ચીન આ મામલે નબર 1 પર હતુ. સપ્ટેમ્બર 2022 ના અંત સુધીમાં યુકેએ ચીનના વિદ્યાર્થીઓને 116,476 અભ્યાસ વિઝા આપ્યા છે. 2019 માં આ સંખ્યા 1,19.231 હતી. એટલે કે, 2 ટકાનો ઘટાડો નોધાયો છે.

English summary

273 percent increase in Indian students in UK in 3 years

Source link