યુવતીઓ સાવધાન! લગ્ન માટે આવા પુરૂષની પસંદગી કરી તો જીવન બની જશે જેલ

Types of Men that You should Never Fall in Love with: એ વાતમાં કોઇ શંકા નથી કે યુવતીઓ એવા યુવકોને પહેલા પસંદ કરે છે જે તેઓને મિલનસાર, હસમુખ અને આકર્ષક લાગતા હોય. પહેલી મુલાકાતમાં જ તેઓ પોતાના સપનાના રાજકુમાર સાથે જીવન વિતાવવાના રોમેન્ટિક સપનાઓ પણ સજાવવા લાગે છે.

પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યુ છે કે, શરૂઆતમાં એકદમથી મિસ્ટર રાઇટ હોવાનો દાવો કરનાર વ્યક્તિ સમય જતા તમારાં માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. હાલમાં શ્રદ્ધા વોકરનો કેસ ચારેતરફ ચર્ચાનો વિષય છે. તેથી જ તમે આવી ભૂલોથી બચો અને તમારાં માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી શકો, જે તમારાં પ્રેમની કદર કરશે એટલું જ નહીં, તમને એ વાતનો વિશ્વાસ પણ અપાવશે કે તમારી લાઇફ તે વ્યક્તિની સાથે એકદમ સેટ છે. જીવનસાથીની પસંદગી કરતી વખતે કઇ ભૂલોથી તમારે બચવું જોઇએ, અથવા કેવા પુરૂષોની પસંદગી ના કરવી જોઇએ તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​પરફેક્ટ એલિજિબલ બેચલર

જે વ્યક્તિ તમને જીવન, રીતભાત, નોકરી અને આકર્ષક લૂકથી ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યો છે તેની સાથે સમય બરબાદ કરવાનું ટાળો. કારણ કે, આવા લોકો જેટલી જલદી તમારી નજીક આવશે તેટલાં જ ઝડપથી દૂર પણ ભાગી જાય છે. તેઓ ઘણીવાર લેડી લવને એવું પણ જુઠ્ઠાણું કહેતા હોય છે કે, તમે એ પ્રથમ મહિલા છો જેને તેઓને આટલું સ્પેશિયલ ફિલ કરાવ્યું છે. આ સાંભળીને મહિલા પોતાને સ્પેશિયલ સમજવા લાગે છે અને તે વ્યક્તિ માત્ર ભરોસો જ નથી પણ પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાની પણ તૈયારીઓ દર્શાવે છે.

​લગ્ન માટે હંમેશા રેડી

જે પુરૂષો પહેલી મુલાકાત બાદથી જ લગ્ન કરવા માટે તૈયાર રહે છે, તેઓ ક્યારેય તમને વફાદાર નથી રહી શકતા. કારણ કે, આવા પુરૂષો માટે લગ્ન એક સાધારણ પ્રક્રિયા હોય છે, તેઓનો રોમાન્સ હનીમૂન ફેઝ એટલે કે, લગ્નના શરૂઆત મહિનાઓમાં જ ફીક્કો પડવાનું શરૂ થઇ જાય છે. તેઓ પોતાના પાર્ટનરને દગો કરવામાં પણ એકવાર વિચારતા નથી. તેથી જ સંબંધની શરૂઆત જ લગ્નના સપના બતાવવા લાગે તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે.

​તમારાં પૈસાથી જલસા કરનાર

સંબંધમાં સહજ થયા બાદ જો પાર્ટનર તમારાં પૈસા પર જીવવાનું શરૂ કરી દે છે, તો તે ક્યારેય સારો લાઇફ પાર્ટનર નથી બની શકતો. કારણ કે, એક સમય બાદ તે તમારી પાસે નાની-મોટી ચીજવસ્તુઓની ડિમાન્ડ કરવા લાગશે. સંબંધમાં આવ્યા બાદ તે તમને કપડાં, ગિફ્ટ, પાર્ટી અને મોંઘી રેસ્ટોરાંમાં જવાની પણ ડિમાન્ડ કરે, પરંતુ હકીકત એ છે કે, તેની પાસે પૈસા જ નથી. તે માત્ર તમારી આવક પર જીવવાની કોશિશ કરી રહ્યો છે. એવું પણ શક્ય છે કે, નવા-નવા પ્રેમમાં પડ્યા બાદ તમે પૈસા ખર્ચ કરવામાં કદાચ વિચારો નહીં પણ જ્યારે આ જ બાબત લોન્ગ-ટર્મ થવા લાગશે તો તમારી મુશ્કેલીઓ વધશે. જે સંબંધ માટે ઘણીવાર મુસીબત પણ બની શકે છે.

​પરિવાર અને ખાસ કરીને મમ્મીની વાત

અહીં મુદ્દો એ નથી કે પુરૂષોએ લગ્ન બાદ બદલાઇ જવું જોઇએ અને પોતાના પરિવાર કે માતાને ઓછું મહત્વ આપવું જોઇએ, પણ વાત એવા પુરૂષોની છે જેઓ દરેક વાતે પોતાની મમ્મીની જ વાત સાંભળતા હોય. તેઓની સાથે રહેવાથી પણ સંબંધ ખરાબ થવા લાગે છે. આવા લોકો ભાવનાત્મક રીતે પોતાની મમ્મી પર વધારે નિર્ભર રહેતા હોય છે, ખાસ કરીને તેમની રોમેન્ટિક લાઇફમાં પણ કદાચ જ કોઇ મહિલા સ્થાન લઇ શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, તેઓ દરેક નાની-નાની વસ્તુઓ પોતાની મમ્મી સાથે ચર્ચા કરે છે. લગ્ન બાદ કોઇ પણ સામાન્ય નિર્ણયથી લઇને હરવા-ફરવાના નિયમો પણ તેમની માતા જ નક્કી કરતી હોય છે.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

Source link