યુદ્ધ દરમિયાન પણ યુક્રેનમાં કામ કરી રહી છે બેંકિંગ સિસ્ટમ, રશિયામાં લક્ઝરી સામાનની નિકાસ પર પણ પ્રતિબંધ | Russia Ukraine War: Ukraine banking system still work US ban on export of luxury goods to Russia

 

કીવ(યુક્રેન): યુક્રેનમાં પડકારરૂપ પરિસ્થિતિઓ છતાં યુક્રેનની બેંકિંગ સિસ્ટમ કામ કરી રહી છે. યુક્રેનની નેશનલ બેંકે એ પણ જણાવ્યુ છે કે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ છતાં બધી સિસ્ટમ કામ કરી રહી છે. વળી, યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાને એક પછી એક ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ અમેરિકાએ રશિયામાં લક્ઝરી સામાનોની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકી વાણિજ્ય વિભાગે રશિયા અને બેલારુસના પોતાના લક્ઝરી સામાનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા છે. વિદેશ વિભાગના પ્રવકતા નેડ પ્રાઈસે કહ્યુ, ‘અમે રશિયન દારુ, સમુદ્રી ભોજન અને બિન ઔદ્યોગિકી હીરાની આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.’

 

ukraine

 

અમેરિકાએ કહ્યુ – અમે યુક્રેન માટે પ્રતિબદ્ધ રહીશુ

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા નેડ પ્રાઈસે કહ્યુ કે અમેરિકા યુક્રેન માટે પ્રતિબદ્ધ રહેશે અને એ પણ સુનિશ્ચિત કરશે કે રશિયાને પ્રતિબંધોમાં કોઈ રાહત આપવામાં નહિ આવે. તેમણે કહ્યુ, ‘અમે છીએ અને અમે યુક્રેન સાથે પ્રતિબદ્ધ અને એકજૂટ રહીશુ. અમારી પાસે પ્રતિબંધો કે અન્ય ખર્ચમાંથી કોઈ રાહત નહિ મળે અને રશિયા પર ત્યાં સુધી થોપવાનુ ચાલુ રહેશે જ્યાં સુધી પુતિન પોતાનો રસ્તો ન બદલે અને પોતાની ક્રૂર આક્રમકતામાં નરમ ન થઈ જાય.’

શું છે યુક્રેનમાં સ્થિતિ?

યુક્રેનની નેશનલ બેંકે આગળ જણાવ્યુ કે બધી ફરજોને પૂરી કરવામાં આવી કારણકે યુક્રેની સરકારે યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાન પહેલા બધી તૈયારી કરી લીધી હતી. જો કે, યુક્રેન હજુ પણ અન્ય વસ્તુઓ સામે લડી રહ્યુ છે કારણકે વારસૉ અને ક્રાકોએ કહ્યુ છે કે એ હવે યુક્રેન શરણાર્થીઓને સ્વીકારી નહિ શકે. બે સપ્તાહ દરમિયાન, લગભગ 1,00,000 યુક્રેની ક્રાકોમાં અને 2,00,000 વારસૉમાં આવી ચૂક્યા છે.

અમેરિકી પ્રસારક સીએનએનના જણાવ્યા અનુસાર યુક્રેનની સમસ્યાને વધારીને રશિયાની સેના દ્વારા ભારે તોપમારા બાદ દક્ષિણી યુક્રેની શહેર માયકોલાઈવમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ એક બીજા સમાચાર યુક્રેનના પૂર્વ વિસ્તારમાં આવ્યા જ્યાં યુક્રેનના લુહાંસ્ક ઓબ્લાસ્ટ પર રશિયાનુ 70 ટકા નિયંત્રણ છે.

Source link