યુક્રેન સાથે ગદ્દારી સહન નહિ થાય, કોર્ટના ગેટ પર બધાની સામે જાસૂસને મારી ગોળી | Ukrainian member of delegation shot dead in front of court for spying.

 

કોર્ટના ગેટની સામે મારી ગોળી

કોર્ટના ગેટની સામે મારી ગોળી

મીડિયા રિપોર્ટ મુજબ સિક્યોરિટી સર્વિસ ઑફ યુક્રેન(SBU)પાસે ડેનિસ કિરીવ સામે જાસૂસીના પૂરતા પુરાવા હતા જેમાં ફોન પર તેની વાતચીતની રેકૉર્ડિંગ મહત્વની છે. આરોપ છે કે કિરીવની ધરપકડ કરાયા બાદ એસબીયુએ ગોળી મારી દીધી. તેની સામે જાસૂસીનો આરોપ હતો. કિરીવને યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચની નજીક માનવામાં આવે છે કે જે રશિયા ભાગી ગયા હતા. એક સ્વતંત્ર રાજકીય વિશ્લેષક મારિયો દુબોવિકોવાએ જણાવ્યુ કે કિરીવને કીવની વચ્ચોવચ્ચ ગોલી મારવામાં આવી છે. તેને બધાની સામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. તેના માથામાં કોર્ટના ગેટ પર ગોળી મારવામાં આવી.

ઘણા મહત્વના પદ પર રહ્યા

ઘણા મહત્વના પદ પર રહ્યા

તમને જણાવી દઈએ કે 2006થી લઈને 2008 સુધી કિરીવે એસસીએમ ફાઈનાન્સ તરીકે કામ કર્યુ હતુ અને આ દરમિયાન તે ડેપ્યુટી જનરલ ડાયરેક્ટરના પદ પર હતા. ત્યારબાદ તે ઑસ્ટ્રિયન કંપની ગ્રુપ સ્લેલન એજી ક્લુયેવ સાથે કામ કરવા લાગ્યા. 2006થી 2010 સુધી તેમણે યુક્રેક્સિમ બેંકમાં સુપરવાઈઝરી બોર્ડમાં કામ કર્યુ. જ્યારે 2010-14 વચ્ચે તે બેંક ઑફ ઓશાદબેંકમાં ડેપ્યુટી ચેરમેનના પદે પણ રહ્યા. આ ઉપરાંત તેમણે પ્રાઈવેટ ઈક્વિટી ફંડ અને ફિક્સ્ડ ઈંકમ ફંડને મેનેજ કર્યુ.

પત્રકારે લગાવ્યા સંગીન આરોપ

પત્રકારે લગાવ્યા સંગીન આરોપ

ટેલીગ્રામ ચેનલ પર યુક્રેનના પત્રકારે ઓલેક્સેન્ડર ડ્યુબિંસ્કીએ લખ્યુ, ડેનિસ કિરીવ ઘણી બિઝનેસ કંપનીઓમાં કામ કરૂ ચૂક્યા છે. તે ઘણી બેંકોમાં પણ કામ કરી ચૂક્યા છે. છેવટે તે કેવી રીતે યુક્રેનના પ્રતિનિધિમંડળમાં શામેલ થયા, રશિયા સાથે વાતચીત કરવા માટે. હું એની શોધ રાષ્ટ્રપતિ ઑફિસમાં કરવા માંગુ છુ. રિપોર્ટ મુજબ સિક્યોરિટી સર્વિસ પાસે કિરીવની જાસૂસી અને ફોન પર વાતચીતનુ રેકૉર્ડિંગ છે.

Source link