યુક્રેન સંકટ પર ચર્ચા માટે શુક્રવારે પોલેન્ડ જશે અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેનઃ વ્હાઈટ હાઉસ | US President Joe Biden to visit Poland on friday over Ukrain crisis.

નવી દિલ્લીઃ યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પોલેન્ડના પ્રવાસે જવાના છે. વ્હાઈટહાઉસ તરફથી માહિતી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ 25 માર્ચે પોલેન્ડની રાજધાની વારસૉની મુલાકાત લેશે જ્યાં તે પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે એક દ્વિપક્ષીય બેઠક કરશે. બેઠક દરમિયાન ચર્ચા કરશે કે કેવી રીતે યુક્રેન પર રશિયાને અનુચિત અને અકારણ યુદ્ધના સમયે અમેરિકા, અન્ય સહયોગીઓ અને ભાગીદારો સાથે માનવીય સંકટનો જવાબ આપી રહ્યુ છે.

 

biden

 

ઉલ્લેખનીય છે કે અમેરિકાના એક મોટા રાજનાયિકે રવિવારે ચેતવણી આપી કે રશિયાને સૈન્ય કે નાણાકીય મદદ પૂરી પાડવાનો નિર્ણય લેવા પર ચીનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. વ્હાઈટ હાઉસે કહ્યુ કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શનિવારે વાચચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન રશિયાને મદદ કરવાની સ્થિતિમાં ચીન પર પડતા પ્રભાવો અને પરિણામો વિશે વિસ્તારથી જણાવ્યુ.’

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થૉમસ ગ્રીનફિલ્ડે સીએનએનને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે શી સાથે પોતાની વાતચીતમાં બાઈડેન સ્પષ્ટ હતા. તેમણે કહ્યુ, ‘અમેરિકી રાષ્ટ્રપતિએ આ જગજાહેર વલણને રાખ્યુ કે જો ચીને રશિયાને સૈન્ય તકે નાણાકીય મદદ પૂરી પાડવાની કોશિશ કરી તે તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે.’

તમને જણાવી દઈએ કે યુક્રેન સંકટમાં પોલેન્ડ એક મહત્વપૂર્ણ સહયોગી છે. તે હજારો અમેરિકી સૈનિકોની યજમાની કરી રહ્યુ છે અને હાલમાં યુક્રેનથી જીવ બચાવીને ભાગી રહેલા સૌથી વધુ શરણાર્થી યુક્રેન જ જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી લગભગ 20 લાખથી વધુ યુક્રેની શરણાર્થી ભાગીને શરણ લેવા માટે યુક્રેન પહોંચ્યા છે. બાઈડેન રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડૂડા સાથે દ્વિપક્ષીય બેઠક માટે શુક્રવારે વારસૉ જશે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ બાઈડેન પહેલા અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ગયા સપ્તાહે પોલેન્ડના પ્રવાસે ગયા હતા અને શરણાર્થીઓને સંભાળવા માટે તેમણે પોલેન્ડને આર્થિક મદદ પણ આપી છે.

Source link