યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પંજાબના વિદ્યાર્થીનું સ્ટ્રોક આવતા મોત! | Another Indian student dies in Ukraine, Punjab student dies of stroke!

પંજાબના બરનાલાના એક ભારતીય વિદ્યાર્થીનું બુધવારે યુક્રેનમાં મૃત્યુ થયું છે. અહીં રશિયન સૈન્યના આક્રમણને પગલે યુદ્ધ ચાલી રહ્યું છે. મૃતક ચંદન જિન્દાલ (22) વિનિત્સિયા નેશનલ પાયરોગોવ, મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટી વિનિટ્સિયા યુક્રેનમાં અભ્યાસ કરતો હતો.

ઉપલબ્ધ અહેવાલો અનુસાર, જિન્દાલને ઈસ્કેમિક સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ ઈમરજન્સી હોસ્પિટલ વિનિત્સિયામાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. તેના પિતાએ ભારત સરકારને તેના મૃતદેહને પરત લાવવાની વ્યવસ્થા કરવા માટે પત્ર લખ્યો છે.

ઉલ્લેખનિય છે કે, એક દિવસ પહેલા ખાર્કિવમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા કર્ણાટકના વિદ્યાર્થીના મૃતદેહને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહ્યી છે. પેસેન્જર સેવાઓ માટે યુક્રેનમાં એરસ્પેસ બંધ હોવાથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માં મુશ્કેલી થઈ રહી છે. હવે અન્ય દેશોમાં થઈને મૃતદેહોને પાછા લાવવાની પ્રક્રિયા થઈ શકે છે.

આ પહેલા ગઈકાલે કર્ણાટકના વિદ્યાર્થીનું રશિયન ગોળીઓથી મૃત્યુ થયુ હતું. તેનો મૃતદેહ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી કરી છે.

Source link