યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા માટે પુતિનનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન!

  • રશિયાના રાષ્ટ્રપતિએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
  • યુદ્ધ સમાપ્ત થઈ શકે પણ આ શરતે
  • પુતિને રશિયાની સુરક્ષા માટે આ શરતો મુકી

ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુક્રેનમાં નાગરિકો પર થઈ રહેલા હુમલાને લઈને ચિંતા જાહેર કરતા ફોન પર વાત કરી હતી. ફ્રાંસના નેતાના કાર્યાલયના એક નિવેદનમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. મેક્રોંના કાર્યાલયે કહ્યું કે, ફોન પર લગભગ 90 મીનિટ સુધી વાતચીત ચાલી હતી,  જેમાં રશિયાના નેતા પાસેથી યુક્રેનમાં નાગરિકો અને નાગરિકોના માળખાગત સુવિધા વિરુદ્ધ હુમલા રોકવા માટે કહેવામાં આવ્યું છે.

પુતિને રાખી આ શરતો

મેક્રોં સાથે વાતચીતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કરતા માટે શરતો રાખી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાંસના રાષ્ટ્રપતિને કહ્યું કે, યુક્રેન સમાધાન ત્યારે જ શક્ય છે, જ્યારે રશિયાના સુરક્ષા હિતો પર વિચાર કરવામાં આવે.

પોતાની માગ રાખતા પુતિને કહ્યું કે, યુક્રેનના ડિમિલિટરાઈઝેશન (વિસૈન્યીકરણ) થવું જોઈએ. આ ઉપરાંત પશ્ચિમી દેશ ક્રીમિયા પર રશિયા સંપ્રુભુતાને માન્યતા આપે તો, યુક્રેન પર લડાઈ ખતમ થઈ શકે છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે લાંબી વાતચીત

રશિયાએ મેક્રોં સાથે પુતિનની વાતચીત વિશે જણાવતા કહ્યું કે, વ્લાદિમીર પુતિને ભારે આપીને કહ્યું કે, એક સમાધાન ત્યારે જ શક્ય છે, જ્યારે રશિયા કાયદેસરની સુરક્ષા હિતોને કોઈ પણ શરત વગર ધ્યાનમાં લેવામાં આવે, જેમાં ક્રીમિયા પર રશિયાના સંપ્રંભુતાની માન્યતા, યુક્રેની રાજ્યના વિસૈન્યીકરણ અને નાઝી વિચારધારમાંથી મુક્તિ તથા તેની તટસ્થ સ્થિતી નક્કી કરવાનું શામેલ છે.