યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થી 48 કલાકથી સંપર્ક વિહોણા! વાલીઓના શ્વાસ અદ્ધર

 

ગાંધીનગર: 

અનેક વિદ્યાર્થીઓ સંપર્ક વિહોણા
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 48 કલાકથી વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર ફસાયા હોવાથી પરિવારમાં ચિંતાનો માહોલ છે. હવે સંપર્ક પણ તૂટી ગયો હોવાથી પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. રોમાનિયા બોર્ડર પર આવેલી તેમની દીકરીઓ સાથેનો સંપર્ક તૂટી જતાં બે વાલીઓએ સુરત જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમને વહેલી તકે શોધીને પરત લાવવા વિનંતી કરી હતી. એક છોકરી સરહદ પર ઘાયલ થઈ ગઈ, લગભગ 50 ભારતીય વિદ્યાર્થીઓએ બોર્ડરથી 25 કિમી દૂર રોમાનિયન બોર્ડર સુધી પહોંચવા માટે સીટ દીઠ 2000 યુક્રેનિયન ચલણ ચૂકવ્યું.

એક વાલીએ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું કે, બે છોકરીઓ એમબીબીએસના ફર્સ્ટ યરના અભ્યાસ માટે ગઈ છે. હવે એ લોકો છેલ્લા 48 કલાકથી રોમાનિયા બોર્ડર પર ફસાયા છે જ્યાં બરફ પડી રહ્યો, સરકારને એવી વિનંતી છે કે, તેઓ બાળકોને રોમાનિયા બોર્ડરમાં લઈ આવે, ભલે તેમને ત્યાં પાંચ દિવસ સુધી રાખવામાં આવે એનો વાંધો નથી. બીજા એક વાલીએ કહ્યું કે, રોમાનિયા બોર્ડર પર કોઈ સગવડ નથી. તકલીફ બહું જ છે.વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં મદદ કરે તેવી આશા છે. રાતે એક વાગ્યા બાળકો સાથે વાત થઈ હતી અને હવે તેમના ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ વ્યસ્ત આવતા વાલીઓ પરેશાન થયા છે.

યુક્રેનમાં હજી ફસાયેલા છે ગુજરાતી વિદ્યાર્થી
યુક્રેનમાં હજી પણ અનેક ગુજરાતી ફસાયા છે. ત્યાં તેઓ કોલેજના બંકરમાં છુપાયા છે. તેમણે ભારત સરકારને મદદની માંગ કરતા કહી રહ્યા છે કે, મારી તમારા બધાથી આ વિનંતી છે કે, તમે અમને બસ અમારા કોલેજથી બોર્ડર સુધી પહોંચાડી દો. ઈન્ડિયન ગર્વમેન્ટ બધુ કરી રહી છે પરંતુ જો અમે અહીથી જ ન નીકળી શક્યા તો તમે અહીંથી કોણે પરત લઈ જશો. તમે અમને ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરાવો જેથી અમે બોર્ડર સુધી પહોંચી શકીએ.

વાલીઓએ રાજ્ય સરકારને કરી રજૂઆત
ઉલ્લેખનીય છે કે, કેટલાક વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા અતંર્ગત ગુજરાત સહિત ભારતીય વિદ્યાર્થીઓ પરત વતન ફર્યા છે, પરંતુ હજી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેન બોર્ડર પર ફસાયા હોવાથી ચિંતિત વાલીઓએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સામે જણાવ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કમલ દયાણી સાથે વાત થઈ છે, હેલ્પલાઈન નંબર ન લાગતા હોવાથી તેઓ બધી ડિટેલ દિલ્હી મારફતે બોર્ડર સુધી પહોંચાડી શકાય અને વિદ્યાર્થીઓ ક્યા છે તે અંગે વિગતો મળતા તેમને પરત લવાશે. વાલીઓનું દર્દ સરકારનું દર્દ છે. સીએમ પટેલે પણ સૂચના આપી છે કે, તાત્કાલિક અસરથી બધી વિગતો દિલ્હી પહોંચાડવામાં આવે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને જલદી લવાયે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Source link