યુક્રેનમાં પરમાણુ યુદ્ધની સંભાવના, યુનાઈટેડ નેશન્સના પ્રમુખે કહ્યુ, હવે બની ચૂકી છે ખતરનાક સ્થિતિ | United Nations chief has expressed the possibility of using nuclear weapons in the Ukraine war.

 

યુએન ચીફની ચેતવણી

યુએન ચીફની ચેતવણી

યુએન સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટેરેસે સોમવારે યુક્રેન યુદ્ધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે રશિયએ પોતાના પરમાણુ દળને એલર્ટ પર મૂકા દીધુ છે અને આ હાડ થીજાવી દેતી વાત છે. પત્રકારો સાથે વાત કરતા સંયુક્ત રાષ્ટ્રના વડા ગુટેરેસે પરમાણુ યુદ્ધની સંભાવના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ‘એક સમયે પરમાણુ યુદ્ધ વિશે વિચારવુ અકલ્પનીય હતુ પરંતુ હવે પરમાણુ યુદ્ધ શક્યતાના ક્ષેત્રમાં છે. આ સાથે યુએન ચીફે દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવાની હાકલ કરી છે.

24 ફેબ્રુઆરીએ શરુ થયુ હતુ યુદ્ધ

24 ફેબ્રુઆરીએ શરુ થયુ હતુ યુદ્ધ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગયા મહિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી અને પુતિનની જાહેરાતની 10 મિનિટ પછી રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનુ શરૂ કર્યું હતુ અને આજે હુમલાના 20 દિવસ પૂર્ણ થયા છે અને આ 20 દિવસમાં 2.8 મિલિયન લોકો યુક્રેનમાંથી ભાગી ગયા છે અને લાખો લોકો હજુ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ ફસાયેલા છે.

પુતિને કર્યા પરમાણુ બળોને એક્ટીવ

પુતિને કર્યા પરમાણુ બળોને એક્ટીવ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગયા મહિનાના અંતમાં કહ્યુ હતુ કે તેમના દેશના પરમાણુ દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આનાથી આશંકા ઉભી થઈ છે કે યુક્રેન પર રશિયાના આક્રમણથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. અમેરિકી અધિકારીઓએ કહ્યુ છે કે તેઓને વોશિંગ્ટનના પરમાણુ ચેતવણીના સ્તરોને હજુ સુધી બદલવાનુ કોઈ કારણ દેખાતુ નથી. યુએન ચીફ ગુટેરેસે પણ યુક્રેનમાં જેપોરિજિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગવાથી પરમાણુ સુવિધાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે હાકલ કરી છે, જે યુરોપમાં તેના પ્રકારનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે જેને રશિયન દળો દ્વારા ટેકઓવર દરમિયાન નુકસાન થયુ હતુ. ગુટેરેસે કહ્યુ કે ‘યુક્રેનના લોકો પરના આતંકને રોકવા માટે રાજદ્વારી અને શાંતિના માર્ગ પર ચાલવાનો સમય આવી ગયો છે.’

અમેરિકાએ કહ્યુ - હતાશ થઈ ગયા છે પુતિન

અમેરિકાએ કહ્યુ – હતાશ થઈ ગયા છે પુતિન

સીએનએન સાથે વાત કરતા, યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યુ કે, “વ્લાદિમીર પુટિન એ હકીકતથી નિરાશ છે કે તેમના દળો એ રીતે પ્રગતિ કરી રહ્યા નથી જે રીતે તેઓ વિચારતા હતા કે તેઓ (રાજધાની) કિવ સહિત મોટા શહેરો પર કબજો કરશે. જો કે, આવુ થયુ નથી અને રશિયન સૈનિકો માટે લક્ષ્યોની સંખ્યા વિસ્તરી રહી છે અને તેના કારણે તેઓ ગુસ્સે થઈ રહ્યા છે અને હવે તેઓ દેશના દરેક ભાગમાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે તેઓ ‘ડેસ્પરેટ’ થઈ ગયા છે. યુ.એસ.ને આશંકા છે કે યુદ્ધના પરિણામોથી હતાશ થઈને પુતિન હવે યુક્રેનમાં ભયાનક હુમલાઓ કરી શકે છે.

નાટોને યુદ્ધમાં ખેંચવાની કોશિશ

નાટોને યુદ્ધમાં ખેંચવાની કોશિશ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોલેન્ડ સરહદ પર રશિયન હુમલા પછી યુક્રેનમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવા નાટોને ફરીથી અપીલ કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર નાટો દેશોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે રશિયાનો હુમલો પોલેન્ડની સરહદ સુધી પહોંચી ગયો છે અને હવે આગળનું નિશાન નાટો દેશો હશે. ઝેલેન્સકીએ નાટોને ફરીથી ‘યુક્રેનમાં નો ફ્લાય ઝોન’ જાહેર કરવાની અપીલ કરી છે. યુક્રેનના પ્રમુખ 44 વર્ષીય ઝેલેન્સકીએ કહ્યું હતું કે, ‘જો તમે અમારા આકાશને બંધ નહિ કરો તો રશિયન રોકેટ તમારા પ્રદેશ પર, નાટોના પ્રદેશ પર પડશે.’

Source link