યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટો પર કાઢી ભડાશ, કહ્યુ – તમે રશિયાથી ડરો છો અને આ સત્ય છે | Ukraine President volodymyr zelensky says NATO is afraid of Russia.

કીવઃ યુક્રેન છેલ્લા એક મહિનાથી રશિયાના આક્રમણનો સામનો કરી રહ્યુ છે. રશિયાના હુમલામાં અત્યાર સુધી હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે. આ હુમલા બાદથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીએ તમામ દેશોને મદદની અપીલ કરી છે. ઝેલેંન્સ્કી માંગ કરી રહ્યા છે કે યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે જેનાથી રશિયન એરક્રાફ્ટ યુક્રેનને નિશાન ના બનાવી શકે પરંતુ હાલમાં તેમની આ અપીલને સ્વીકારવામાં આવી રહી નથી. આ દરમિયાન એક વાર ફરીથી ઝેલેંન્સ્કીએ નાટો પર પોતાની ભડાશ કાઢી છે અને કહ્યુ છે કે તે રશિયાથી ડરે છે.

 

volodymyr zelensky

 

વોલોદિમીર ઝેલેંન્સ્કીએ નાટો પર આકરો હુમલો કરીને કહ્યુ કે નાટોએ હવે એ ખુલીને કહેવુ જોઈએ કે તે યુક્રેનનો નાટોમાં સ્વીકાર કરે અથવા કહી દે કે રશિયાથી ડરે છે એટલા માટે સ્વીકારી શકતા નથી. સત્ય આ જ છે કે નાટો રશિયાથી ડરે છે. ઝેલેંન્સ્કીએ કહ્યુ કે નાટોએ એ વાતનો સ્વીકાર કરીને કહેવુ જોઈએ કે નાટો સભ્ય દેશો યુક્રેનને નાટો સભ્ય બન્યા વિના પણ સુરક્ષાની ગેરેન્ટી આપી શકે છે અને અહીં સમજૂતી કરી શકે છે અને આ યુદ્ધ રોકી શકે છે.

તમને જણાવી દઈએ કે વિશેષજ્ઞોનુ માનવુ છે કે રશિયાના આક્રમક વલણનુ મોટુ કારણ એ જ છે કે યુક્રેન નાટોમાં શામેલ થવા માંગે છે. આના કારણે વ્લાદિમીર પુતિને યુક્રેન સામે સૈન્ય ઑપરેશનનો આદેશ આપ્યો કારણકે તે નથી ઈચ્છા કે નાટોની સેના રશિયાની સીમા પર આવીને ઉભી થઈ જાય. જો કે, થોડા દિવસ પહેલા ઝેલેંન્સ્કીએ કહ્યુ હતુ કે તેમનો દેશ નાટોનો સભ્ય નહિ બને. તેમણે કહ્યુ હતુ કે હું આ વાતને પહેલા જ સમજી શક્યો છુ કે નાટો અમને સ્વીકારવા માંગતા નથી. નાટો વિવાદિત વસ્તુઓથી ડરે છે અને રશિયા સાથે ટકરાવ નથી ઈચ્છતા.

Source link