યુએન સેક્રેટરી જનરલના યુક્રેન પ્રવાસ સમયે રશિયાએ કીવ પર કર્યો મોટો બૉમ્બમારો | Explosion in Kyiv amid UN U.N. Secretary-General António Guterres visit to Ukraine.

કીવઃ યુએન સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટારેસ ગુરુવારે યુક્રેનના પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન રશિયાએ સ્પષ્ટ સંદેશ આપીને કીવના એક ભાગ પર બૉમ્બમારો કર્યો છે. રિપોર્ટ મુજબ આ હુમલામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે જ્યારે ઘણા લોકો આમાં ઘાયલ થઈ ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ જ્યારે યુએન સેક્રેટરી જનરલ સાથે કૉન્ફરન્સ કરી તેના બરાબર એક કલાક પછી આ હુમલો થયો છે. યુક્રેન પ્રશાસને જણાવ્યુ કે ડોનબાસ વિસ્તારમાં રશિયાની જબરદસ્ત ગોળીબાર ચાલી રહ્યો છે. પશ્ચિમી ઉદ્યોગના કેન્દ્રને રશિયા પોતાનુ નિશાન બનાવી રહ્યુ છે, ખારકીવ પાસે પણ રશિયા બૉમ્બમારો કરી રહ્યુ છે.

Source link