મોંઘાદાટ શેમ્પુ કે ટ્રીટમેન્ટ નહીં, આ મુખવાસ ખાઇને ખરતા વાળ અટકાવો; આયુર્વેદિક Dr.ની રેસિપી

Hair Fall Remedies at Home in Gujarati: લાંબા, ઘટ્ટ અને મજબૂત વાળ દરેક મહિલાનું સપનું હોય છે. પરંતુ અનેક પ્રયત્નો છતાં ઘણીવાર વાળ પાતળા થઇ જાય અને મૂળથી કમજોર હોવાના કારણે તૂટી જાય છે.

જો કે, ઘણીવાર જે સમસ્યાનો ઉકેલ મોંઘાદાટ શેમ્પૂ કે ટ્રીટમેન્ટથી નથી મળતો, તે નજીવા ઘરેલૂ ઉપચારથી મળી જાય છે. આયુર્વેદ અનુસાર, વાળને ખરતા અટકાવવા અને તેને મૂળથી મજબૂત બનાવવા માટે શરીરને અંદરથી પણ પોષણ મળે તે જરૂરી છે. પોષકયુક્ત આહાર અને હેલ્ધી લાઇફસ્ટાઇલની અસર ત્વચા અને વાળ પર સ્પષ્ટ દેખાવા લાગે છે.

હવે અહીં પ્રશ્ન એ છે કે, ખરતા વાળ અટકાવવા માટે શું મુખવાસ ખાઇને ઉકેલ મળી શકે છે? તેનો જવાબ છે હા, આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર ચૈતાલી રાઠોડે(Ayurvedic Expert Dr. Chaitali Rathod) પોતાના સોશિયલ મીડિયા પર આયુર્વેદિક સીડ્સ મિક્સ કરવાની રેસિપી વિશે જણાવ્યું છે. જેના દરરોજ સેવનથી વાળ ખરતા અટકે છે અને તે મૂળથી મજબૂત બને છે.

(તસવીરોઃ ફ્રિપિક.કોમ)

​માત્ર આ 3 વસ્તુઓની છે જરૂર

-3-
  • જરૂરિયાત મુજબ તલ
  • અળસીના બીજ
  • સૂકા નારિયેળ

​આ રીતે તૈયાર કરો મુખવાસ

સૌથી પહેલાં તલ અને અળસીના બીજને શેકી લો, જેથી તે સરળતાથી પાચન થઇ શકે છે. હવે આ ત્રણેય ઇન્ગ્રિડિયન્ટ્સને એક સરખા ભાગે મિક્સ કરીને એક એર-ટાઇટ કન્ટેનરમાં ભરી લો. હવે આ મિશ્રણની 1 ચમચી દરરોજ ખાવ, ધ્યાન રાખો કે તમે મુખવાસને યોગ્ય રીતે અને શાંતિથી ચાવો.

સતત ખરતા વાળ પાછળ જવાબદાર છે આ કારણો, હેર ફૉલ સહિત 10 રોગોથી બચાવશે આ ઉપાય

વાળ ખરતા અટકાવવા માટે જાણો આયુર્વેદિક ટિપ્સ

​આ રેમેડી કેવી રીતે કરશે મદદ?

આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર, આ રેમેડીથી શરીરને પુરતી માત્રામાં મિનરલ્સ, વિટામિન અને ન્યૂટ્રિશન પ્રાપ્ત થશે. આ સિવાય ગટ ઇશ્યુ (gut issues), ઉપરાંત બેઠાડા જીવનના કારણે થતી ક્રોનિક બીમારીઓ, હોર્મોનલ અસંતુલન, મેન્ટલ ડિસ્ઓર્ડર્સ વગેરે દૂર કરી શકાય છે. આ ત્રણેય ઇન્ગ્રિડિયન્ટ્સથી આયર્ન, કેલ્શિયમ, વિટામિન, ઓમેગા-3, પ્રોટીન વગેરે મળી રહેશે, જેની સ્પષ્ટ અસર વાળ પર દેખાશે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

અટકી ગયેલા હેર ગ્રોથને રિવર્સ કરશે રસોડાંની આ એક વસ્તુ, લોકો લાંબા+ઘટ્ટ વાળનું રહસ્ય પૂછતા નહીં થાકે

વાળ ખરતાં અટકાવી તેને ઘટ્ટ+મજબૂત બનાવવા માટે ખાવ 1 વસ્તુ; ન્યૂટ્રિશનિસ્ટની રેસિપીSource link