મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ પછી હવે LPGના ભાવ પણ વધ્યા, જાણો ગેસ સિલિન્ડરના નવા રેટ!

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં ચૂંટણી સિઝનની વિદાય સાથે જ જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો લાગ્યો છે. મંગળવારે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો ત્યાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ પણ 50 રૂપિયા વધારી દેવામાં આવ્યા. ઈંધણની કિંમતોમાં આ વધારો લગભગ સાડા ચાર મહિનાની ચૂંટણી સિઝન જીત્યા બાદ થયો છે. કિંમતમાં વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્લીમાં 14.2 કિલો વજનનુ સબસિડી વિનાનુ સિલિન્ડર 949.50 રૂપિયાનુ મળશે.

lpg

હવે શું છે એલપીજી સિલિન્ડરના નવા રેટ

એલપીજીની કિંમતમાં વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્લીમાં 14.2 કિલો વજનનુ સબસિડી વિનાનુ સિલિન્ડર 949.50 રૂપિયાનુ મળશે. આ ઉપરાંત 19 કિલોવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 2003.50 રૂપિયા થઈ ગઈ છે. વળી, કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 349 રૂપિયા થશે.

114 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા ક્રૂડ ઓઈલના ભાવ

તમને જણાવી દઈએ કે આ પહેલા એલપીજી સિલિન્ડરના ભાવ ગયા વર્ષે 6 ઓક્ટોબરે વધારવામાં આવ્યા હતા. વળી, પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ગયા વર્ષે 4 નવેમ્બર બાદથી સ્થિર હતા. અહીં સુધી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા છતાં ભાવ વધારવામાં આવ્યા નહોતા. નવેમ્બરની શરુઆતમાં ક્રૂડ ઓઈલની કિંમતો 81થી 82 ડૉલક પ્રતિ બેરલની આસપાસ હતી જે હવે 114 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ખતમ થઈ છે ત્યારબાદ ઈંધણની કિંમતમાં આ પહેલો વધારો છે.

Source link