મૂવી રિવ્યૂ: Sharmaji Namkeen

 

એક્ટર– ઋષિ કપૂર, જૂહી ચાવલા, પરેશ રાવલ, શીબા ચઢ્ઢા, સતીશ કૌશિક
ડાયરેક્ટર– હિતેશ ભાટિયા
શ્રેણી– હિન્દી, કોમેડી, ફેમિલી ડ્રામા
સમય– 2 કલાક 10 મિનિટ
ક્રિટિક રેટિંગ– 4.0/5

વાર્તા

શર્માજી (Rishi Kapoor and Paresh Rawal) 58 વર્ષના છે. દિલ્હીમાં રહે છે. પત્નીનું નિધન થઈ ગયું છે. તેઓ નિવૃત્ત છે. શર્માજીના જીવનમાં હવે કોઈ ધ્યેય નથી. તેઓ પોતાને વ્યસ્ત રાખવા માગે છે. શર્માજી સિંગલ ફાધર પણ છે. ત્યારે તેઓ પોતાની દબાયેલી ઈચ્છા પૂરી કરવાનું નક્કી કરે છે. તેમને ભોજન બનાવાનો શોખ છે અને તેને પૂરો કરવા માગે છે. પરંતુ શું તેમના યુવાન દીકરાને આ પસંદ પડશે? પોતાના શોખ અને નવા સપનાના કારણે શર્માજીમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે તેમના દીકરાને પસંદ આવશે? ફિલ્મની વાર્તા મજેદાર અંદાજમાં આગળ વધે છે.

 

રિવ્યૂ

રૂટિન જીવનને હંમેશાથી ઊતરતું આંકવામાં આવ્યું છે. જ્યારે એવું લાગે કે હવે કશું જ ઉત્સાહજનક રહ્યું નથી, આગળ વધવા માટે પ્રેરે તેવું કશું નથી ત્યારે આ રૂટિન નોકરી અને કામ જ જીવનને ચાલતું રાખે છે. ‘ધ લંચબોક્સ’માં ઈરફાન ખાનનું પાત્ર સાજન યાદ હશેને અને તેણે કહેલી વાત કે જિંદગી ચાલતી રહે છે તે પણ યાદ હશે. દિવસ ધીરે-ધીરે મહિના બની જાય છે અને મહિના વર્ષમાં ફેરવાઈ જાય છે કારણકે તે મન લગાવીને 9-5ની નોકરી કરે છે. આ તેનું રૂટિન છે અને તેના લીધે જ જિંદગી ચાલતી રહે છે. શર્માજીની હોમ અપ્લાયન્સવાળી નોકરી પણ આવી જ હતી. તેમને વ્યસ્ત રાખતી હતી. ઘણીવાર જિંદગીમાં વ્યસ્ત રહેવું જ સૌથી મહત્વનું છે પરંતુ નિવૃત્તિ પછી શું?

શર્માજીને ભોજન બનાવવું ગમે છે. વોટ્સએપ ગ્રુપ અને પાકશાસ્ત્રના આ જ પ્રેમને કારણે તેમની મુલાકાત કિટી પાર્ટી કરતી મહિલાઓના ગ્રુપને મળે છે. જૂહી ચાવલા આ ગ્રુપની લીડર છે. સોસાયટી અંગે ગોસિપ કરતી આ મહિલાઓની ગેંગમાં શર્માજીને મજા આવવા માંડે છે. તેમને એક પ્રકારની સાંત્વના અને ખુશીનો અનુભવ થાય છે. આ મહિલાઓ સોસાયટીના ઉચ્ચ વર્ગની છે પરંતુ તેમની જિંદગીમાં એક ખાલીપો છે. ખૂબ જ સરળ અને સહજ વાર્તા દ્વારા ડાયરેક્ટર હિતેશ ભાટિયા આપણને જિંદગીનો સ્વાદ ચખાડે છે. વધતી ઉંમર અને પુરુષ-મહિલાને લઈને જે રૂઢિઓ છે તેને હળવા અંદાજમાં ચોટદાર રીતે દર્શાવવામાં આવી છે, જે આપણને વિચારતા પણ કરી મૂકે છે.

રોબર્ટ ડી નીરો અને નેન્સી મેયર્સની ‘ધ ઈન્ટર્ન’ હોય કે શૂજીત સરકારની ‘પીકૂ’ અહીં તમે તેને અપવાદ તરીકે જોઈ શકો છો કારણકે જીવનના એક પડાવ બાદ જ્યારે મોટા થઈ ગયેલા બાળકો વડીલો અને પરેશાન માતા-પિતાના મનનો ભાવ નથી સમજતા. તેઓ સ્વાર્થી થઈ જાય છે. જ્યારે માતા-પિતા અલસી જિંદગીમાં ત્યાગ અને બલિદાનનું સૌથી મોટું પ્રતિક હોય છે. જિંદગી ઘણીવાર એકતરફી થઈ જાય છે. ‘શર્માજી નમકીન’ પોતાને પ્રેમ કરવાની, એકલતાને દૂર કરવાની અને સિંગલ ફાધર હોવાના મહત્વને સમજાવે છે. આ ફિલ્મ ચતુરાઈથી ‘બાગબાન’ની વાર્તાને અલગ પ્રકારે વિચારવાનો દ્રષ્ટિકોણ આપે છે.

આ ફિલ્મમાં કોઈ વિલન નથી. ક્યારેક તમે પોતે જ સમસ્યાનું કારણ પણ હોવ છો અને તેનું સમાધાન પણ. ભૂતકાળના એવા ઘણાં બોજ હોય છે જેને માણસ જીવનભર ઉઠાવે છે. હિતેશ ભાટિયા હીરોની આત્મદયામાં નથી ડૂબતા. તે દયાળુ છે પણ દબાવમાં નહીં. તે પિતા અને વ્યક્તિ બંને તરીકે બિનધાસ્ત છે. શર્માજી ક્યારેય પોતાના સ્વાભિમાન સાથે સમાધાન નથી કરતા. ફિલ્મના પાત્ર એવા છે જેની સાથે તમે જોડાઈ શકો છો. તમને પોતાના પરિવારના જ કોઈ સભ્યની યાદ આવે અથવા પાડોશમાં રહેતા આવા કોઈ વ્યક્તિની.

 

ફિલ્મમાં દિલ્હીના શાનદાર સ્ટ્રીટફૂડ (આલુ ટિક્કી ચાટ, દહી ભલ્લે)ની વાત કરવામાં આવી છે. ફિલ્મ મનોરંજક છે. હસાવે છે અને ઉત્સાહ પણ વધારે છે. આ ફિલ્મ એક મિનિટ પણ કંટાળો નહીં ઉપજવા દે અને ઉપદેશ પણ નહીં આપે. હિતેશનું કામ ખૂબ વખાણવાલાયક છે કારણકે તેમણે પોતાનો આધેડ ઉંમરનો હીરો દર્શક સાથે જોડાઈ શકે તે માટે તેને હારેલો કે પીડિત નથી બતાવ્યો. શકુન બત્રાની જેમ હિતેશ ભાટિયાએ પણ બાળકો અને તેમના માતાપિતાના દ્રષ્ટિકોણને અલગ રીતે રજૂ કર્યા છે. જોકે, કેટલીક ખામીઓ પણ છે પરંતુ આ જ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ પણ છે. ફિલ્મ જણાવે છે કે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય છે પણ તેનાથી સાથ નથી છૂટતો.

‘શર્માજી નમકીન’ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ છે. તેમના અવસાન બાદ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મ જોયા પછી તમને લાગશે કે શર્માજીના પાત્રમાં તેમનાથી વધુ સારું કોઈ ના હોત. અસલ જિંદગીમાં પણ પોતાના પરિવાર અને ફૂડને પ્રેમ કરતાં ઋષિ કપૂરે આ પાત્રને ખૂબ જ સહજતાથી ભજવ્યું છે. ઋષિ કપૂરના પાત્રમાં હંમેશા ઈમાનદારીની છલકે છે. અસલ જિંદગીમાં ઋષિ કપૂર બિનધાસ્ત હતા. તેઓ ધ રાજ કપૂરના દીકરા હોય કે પછી રણબીર કપૂરના પિતા તેમણે અસલ જિંદગીના પણ દરેક રોલને સાહસથી નિભાવ્યો છે. ‘શર્માજી નમકીન’ની ગણતરી ઋષિ કપૂરની સૌથી સારી ફિલ્મોમાં થઈ શકે છે. તેમને પડદા પર જોતાં જોતાં એક લાગણી થઈ આવે અફસોસની કે અહીં હસાવતા ઋષિ કપૂર હવે દુનિયામાં નથી રહ્યા.

‘શર્માજી નમકીન’ ભારતની પહેલી એવી ફિલ્મ છે જેમાં એક જ પાત્રને બે કલાકારોએ ભજવ્યું છે. કેન્સરના કારણે ઋષિ કપૂરની તબિયત નરમ ગરમ રહેતી હતી. આ બીમારી સામે જંગ લડતાં જ તેમનું નિધન થયું. એવામાં ફિલ્મ પૂરી કરવા માટે હિતેશ ભાટિયાએ મનોરંજન જગતના ઉમદા કલાકાર પરેશ રાવલને પસંદ કર્યા. રસપ્રદ એ છે કે પરેશ રાવલે ઋષિ કપૂરે જે રીતે શર્માજીનું પાત્ર ભજવ્યું તેની નકલ નથી કરી. તેમણે પોતાના અંદાજમાં પાત્ર ભજવ્યું છે. જોકે, આ ફિલ્મ સંપૂર્ણપણે ઋષિ કપૂરની છે. પડદા પર તેમનું સ્મિત જોઈને આંખો ભીની થઈ જાય છે.

ભારતીય માતા-પિતા સામાન્ય રીતે પોતાના બાળકોને જ પ્રાથમિકતા માને છે. પરંતુ પાસું પલટાઈ જાય ત્યારે શું? બાળકો કરતાં તેઓ પોતાને આગળ રાખે ત્યારે શું? સેલ્ફલવ તેમને સ્વાર્થી બનાવી દે છે? ‘શર્માજી નમકીન’ તમને આ બધી બાબતો વિચારવા મજબૂર કરે છે.

 

સ્વ. ઋષિ કપૂરની ફિલ્મ શર્માજી નમકિનનું પ્રમોશન કરતો જોવા મળ્યો રણબીર કપૂર

Source link