મૂવી રિવ્યૂ: મિડલ ક્લાસ લવ

એક્ટર: પ્રીત કમાની, કાવ્યા થાપર, મનોજ પાહવા, ઈશા સિંહ, ઓમકાર કુલકર્ણી, સંજય બિશ્નોઈ, સપના સન
ડાયરેક્ટર: રત્ના સિન્હા
શ્રેણી: હિન્દી, કોમેડી, ડ્રામા, રોમાન્સ
સમય: 2 કલાક 16 મિનિટ
રેટિંગ: 3/5

‘હર સક્સેસફુલ આદમી કે પીછે એક ઔરત કા હાથ હોતા હૈ ઓર હર મિડલ ક્લાસ આદમી કે સ્કૂટર કે પીછે ઉસકા બેટા હોતા હૈ, જિસે વો રોઝ કંજૂસીવાલી ટિપ્સ દેતા હૈ’. રત્ના સિન્હાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘મિડલ ક્લાસ લવ’ આવી જ એક પિતા (મનોજ પાહવા), પુત્ર (પ્રીત કમાની) અને તેમના પરિવારની આસપાસ ફરતી ફિલ્મ છે. આ ફેમિલી પોતાને ‘મિડલક્લાસોસિસ’ જેવી ખતરનાક બીમારીથી પીડિત માને છે. ‘શાદી મેં જરૂર આના’ ફેમ રત્ના સિન્હાએ પોતાની આ ફિલ્મમાં એ તમામ મુશ્કેલીઓ અને પીડા દર્શાવી છે જેમાંથી મિડલ ક્લાસ પરિવાર પસાર થાય છે.

અજય દેવગણની ‘થેંક ગોડ’ બોયકોટ ગેંગના નિશાને, ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તના અપમાનનો આરોપ

વાર્તા

ફિલ્મની વાર્તા એકદમ સિમ્પલ છે. નાના શહેરનો છોકરો યુધિષ્ઠિર (પ્રીત કમાની) મિડલ ક્લાસ પરિવારમાં ઉછર્યો છે. ‘કૂલ’ ગણાવવાની ચાહના ધરાવતો આ છોકરો પોતાની ઓળખ યૂડીના નામથી આપે છે. આ ફેમિલીનો મોભી એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની જેમ વિચારે છે. જે 200 રૂપિયા બચાવવા માટે તૂટેલા ચશ્મા પહેરે છે. ટિફિન બનાવીને રૂપિયા કમાતી મા છે. ટ્યૂશન ભણાવીને ઘરના આર્થિક બોજાને હળવો કરનારો ભાઈ છે અને આ બધાની વચ્ચે યૂડી છે. જે આ મિડલ ક્લાસ સેટઅપમાંથી નીકળીને કંઈક મોટું કરવા માગે છે.

લવ ટ્રાએંગલ લાવે છે ટ્વિસ્ટ

યૂડીનું માનવું છે કે, થોડા રૂપિયા બચાવીને તે ક્યારેય કૂલ નહીં બની શકે. તે પોતાને કૂલ સાબિત કરવા માટે મસૂરીની મોટી કોલેજમાં એડમિશન લેવા માટે જુગાડ કરે છે. અહીં શ્રેષ્ઠીઓના પરિવારના બાળકો ભણવા આવે છે. તેને લાગે છે કે, તે કોલેજની સૌથી જાણીતી અને શહેરના સૌથી ધનિક પરિવારની યુવતી સાયશા ઓબેરોય (કાવ્યા થાપર)ને ડેટ કરીને વીઆઈપી ટિકિટ જીતી શકે છે પરંતુ સાયશા તેને પોતાનો બોયફ્રેન્ડ બનાવવા માટે શરત મૂકે છે કે તેણે આયશા ત્રિપાઠી (ઈશા સિંહ) જેવી યુવતીને ડેટ કરવી પડશે. આ છોકરીને સાયશા નફરત કરે છે. વાર્તાની આ સ્થિતિ લવ ટ્રાએંગલને જન્મ આપે છે પરંતુ કેટલીય મજેદાર ઘટના બને છે, જે જાણવા માટે તમારા માટે ફિલ્મ જોવી પડશે.

વિરાટ કોહલીને જોઈને ઘેલી થઈ અનુષ્કા શર્માની કો-એક્ટ્રેસ, ગાંડાની જેમ હસતી જોઈ ક્રિકેટરે શું કહ્યું?

રિવ્યૂ

ફિલ્મના ડાયરેક્ટર રત્ના સિન્હા મિડલ ક્લાસ માનસિકતાને કોઈ દુઃખ સાથે નથી પીરસતા પરંતુ હળવા અંદાજમાં રજૂ કરે છે. આ જ ફિલ્મની યૂએસપી છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો ધીમો લાગે છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે યૂથ ઓરિએન્ટેડ છે અને આ જ કારણે ફિલ્મમાં રોમાન્સની સાથે બ્રોમાન્સ પણ જોવા મળે છે. સમીર આર્ય અને મનીષ ખુશલાનીએ મસૂરીના રમ્ય લોકેશનોને સુંદરતાથી બતાવ્યા છે. ફિલ્મા સંવાદ મજેદાર છે, જે મિડલ ક્લાસની વાર્તાને સરસ રીતે દર્શાવે છે. સંગીતની વાત કરીએ તો હિમેશ રેશમિયાના કેટલાક ગીતો સારા છે. ફિલ્મની એડિટિંગ થોડી ચુસ્ત રાખવાની જરૂર હતી. ફિલ્મનો અંત ધારી શકાય તેવો હોવા છતાં રસપ્રદ છે. મિડલ ક્લાસ છોકરો પોતાના પરિવારનું મહત્વ સમજે છે અને પોતાના પિતાના સુપરમેન, માને સુપર વુમન અને ભાઈને કેપ્ટન અમેરિકા ગણાવે છે.

એક્ટિંગ

મધ્યમવર્ગની પરેશાનીઓમાંથી નીકળીને કંઈક કરવાના સંઘર્ષને પ્રીત સારી રીતે પડદા પર ઉતારી શક્યો છે. યૂથફૂલ અને ક્યૂટ અંદાજથી તે લોકોનું મનોરંજન પણ કરે છે. કાવ્યા થાપર અને ઈશા સિંહે પણ ડેબ્યૂ ફિલ્મમાં સારું કામ કર્યું છે. મનોજ પાહવા હંમેશાની જેમ રોલમાં પર્ફેક્ટ સાબિત થયા છે. માની ભૂમિકામાં સપના સન પણ સહજ લાગે છે. ફિલ્મની સહયોગી કાસ્ટ સરેરાશ છે.

કેમ જોવી?

હળવી ફિલ્મો જોવી ગમતી હોય તેવા દર્શકોને આ ફિલ્મમાં મજા આવશે.

Source link