મૂવી રિવ્યૂ: ભેડિયાએક્ટર:
વરુણ ધવન, ક્રિતી સેનન, અભિષેક બેનર્જી, દીપક ડોબરિયાલ
ડાયરેક્ટર: અમર કૌશિક
શ્રેણી: હિન્દી, હોરર, કોમેડી, થ્રિલર
સમય: 2 કલાક 36 મિનિટ
રેટિંગ: 3.5/5

Bhediya Movie Review: હિન્દી ફિલ્મ જગતમાં હોરર અને કોમેડી ફિલ્મનો હંમેશાથી એક વિશેષ દર્શક વર્ગ રહ્યો છે. પરંતુ આ પ્રકારની ફિલ્મો ઓછી બને છે. ‘ભૂલભૂલૈયા’ અને ‘ગો ગોવા ગોન’ જેવી કેટલીક ફિલ્મો બાદ અમર કૌશિક એવા ફિલ્મમેકર સાબિત થયા જેમણે ‘સ્ત્રી’ના રૂપમાં હિટ હોરર-કોમેડી આપી હતી. હવે તેઓ ‘ભેડિયા’ (Bhediya) લઈને આવ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને ક્રિતી સેનન લીડ રોલમાં છે. ડર અને હાસ્યના મિશ્રણની ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે ત્યારે અમર કૌશિકની આ ફિલ્મ નિરાશ નહીં કરે.

પર્ફેક્ટ પતિ છે Anand Ahuja, પોઝ આપવામાં વ્યસ્ત Sonam Kapoorની બૂટની દોરી ખુલી જતાં બાંધી આપી

‘ભેડિયા’ની વાર્તા

દિલ્હીનો મહત્વાકાંક્ષી કોન્ટ્રાક્ટર ભાસ્કર (વરુણ ધવન) પોતાના કઝિન જનાર્દન (અભિષેક બેનર્જી) સાથે અરુણાચલ પ્રદેશના એક ગાઢ જંગલમાં હાઈવેનો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લે છે. આ કોન્ટ્રાક્ટને મેળવવા માટે તે પોતાનું ખાનદાની ઘર ગિરવે મૂકીને આવ્યો છે. તે કોઈપણ કિંમતે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવા માગે છે. તેને અહીં આવીને જાણકારી મળે છે કે, સ્થાનિક લોકો પ્રોજેક્ટને પ્રકૃતિ સાથે છેડછાડ રૂપે જુએ છે. આ હાઈવે બનાવવા માટે જંગલ કાપવામાં આવશે તે વિચારીને તેઓ વિરોધ પર ઉતરી આવે છે. પરંતુ ભાસ્કર તેમને વિકાસનું ગાજર બતાવીને રાજી કરી લે છે. જે બાદ પ્રોજેક્ટમાં તેનો સાથ આપે છે સ્થાનિક જોમિન (પાલિન કબાક) અને પાંડા (દીપક ડોબરિયાલ) તેને આવનારા સંકટથી ચેતવે છે. એક રાત્રે ભાસ્કર જંગલમાંથી પાછો આવી રહ્યો હોય છે ત્યારે તેને વરુ બચકું ભરે છે અને તેના શરીરમાં વરુની શક્તિ આવી જાય છે. તે ઈચ્છાધારી વરુ બની જાય છે. તેની હકીકત જાણ્યા પછી જનાર્દન અને જોમિન તેને પશુઓની ડૉક્ટર અનિકા (ક્રિતી સેનન) પાસે લઈ જાય છે. જે તેના ઘાની સારવાર કરે છે. દરમિયાન, પાંડા ખુલાસો કરે છે કે, આ ગાઢ જંગલોમાં વર્ષોથી વરુઓનો વાસ છે અને જે પણ જંગલને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે તેનો તેઓ નાશ કરે છે. જે બાદ જંગલી જાનવરો શિકારનો સિલસિલો શરૂ કરે છે. આખો વિસ્તાર તેના આતંકથી કાંપી ઉઠે છે. શું આ મોત અટકશે? વરુની દંત કથા છે કે ભયાનક સત્ય? ભાસ્કર ઈચ્છાધારી વરુની શક્તિમાંથી મુક્ત થઈને સામાન્ય માણસ બની શકશે? આ બધા જ સવાલોના જવાબ ફિલ્મમાં મળશે.

ફિલ્મમાં આ ખામીઓ

હોરર અને કોમેડી ફિલ્મના કોમ્બિનેશનને ફિલ્મકારો હંમેશા રિસ્કી માને છે કારણકે મર્યાદિત દર્શકો આ ફિલ્મોને મળે છે. પરંતુ ‘સ્ત્રી’ અને ‘બાલા’ના નિર્દેશક અમર કૌશિક બખૂબીથી ફિલ્મને ન્યાય આપે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મનો પ્રીક્લાઈમેક્સ પણ થોડો ખેંચવામાં આવ્યો હોય તેવું લાગે છે. કેટલાક સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મ જોતાં પહેલા એવું લાગે છે કે, ક્યાંક વેરવુલ્ફ ફિલ્મોની સસ્તી કોપી સાબિત ના થાય પરંતુ જબરદસ્ત વીએફએક્સ આ આશંકાને ધોઈ નાખે છે.

ફિલ્મમાં મેસેજ પણ છે

માણસમાંથી વરુના રૂપમાં વરુણ ધવનનું રૂપાંતરણ પ્રભાવિત કરનારું છે. નિર્દેશક તેને અરુણાચલના જંગલો સાથે જોડવામાં સફળ રહ્યા છે. ફિલ્મના વીએફએક્સ ઉપરાંત સિનેમેટોગ્રાફી પણ મજબતૂ પાસું છે. જિશુન ભટ્ટાચાર્જીના કેમેરાના લેન્સમાં અરુણાચલ પ્રદેશની સુંદરતા, રહસ્યમય જંગલો અને પૂનમનો દૂધિયો ચંદ્ર જોવો વિઝ્યુઅલ ટ્રીટ સાબિત થાય છે. ફિલ્મમાં હાસ્ય અને હોરર સાથે સામાજિક સહકારના પણ મુદ્દા છે. પ્રગતિના નામે પ્રકૃતિનો નાશ, ઉત્તર-પૂર્વના લોકો સાથે થયેલો ભેદભાવ, અરુણાચલ પ્રદેશને દેશનો ભાગ ના સમજવો વગેરે જેવા મુદ્દા ઉઠાવાયા છે. લેખક નીરેન ભટ્ટના ડાયલોગ જેવા કે, ‘આજના જમાનામાં કોઈને કુદરતની પડી નથી, આપણા માટે બાલકનીમાં કુંડું જ નેચર છે.’ ‘કંઈ વાંધો નહીં ભાઈ તારા માટે જે મર્ડર છે, તે તેમના માટે ડિનર છે.’ જે વિચાર પ્રેરક હોવા ઉપરાંત હસાવે પણ છે. ફિલ્મનું સંગીત સચિન-જિગરે આપ્યું છે. જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. ફિલ્મમાં ‘ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ’ ગીતનો પણ હળવા અંદાજમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

સફળતા મેળવવા માટે શેતાનની પૂજા કરે છે Priyanka Chopra? એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો!

એક્ટિંગ કેવી છે?

અભિનયના મામલે પણ ફિલ્મ ક્યાંય પાછળ પડે તેવી નથી. વરુણ ધવને ભાસ્કર અને વરુણ બંને રૂપમાં હાસ્ય અને હોરરનું સંતુલન જાળવી રાખ્યું છે. તેમનું પાત્ર વધારે પડતું નાટકીય થવાની સંભાવના હતી પરંતુ તેણે તેમ નથી કર્યું. બદલાપુર, સૂઈ ધાગા અને ઓક્ટોબર જેવી ફિલ્મો પછી વરુણ ધવન આ ફિલ્મમાં અભિનેતા તરીકે એક સ્તર ઊંચો આવ્યો છે. ક્રિતી સેનન અલગ લૂક અને રોલમાં જામી રહી છે. ફિલ્મમાં તેનો રોલ મહત્વપૂર્ણ છે. અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલને ફિલ્મમાં ખાસ્સી સ્ક્રીન સ્પેસ મળી છે અને બંને કલાકારોએ પોતાના અભિનયના દમ પર કોમેડી જાળવી રાખી છે. જોમિનના રૂપમાં પાલિન કબાક માસૂમ અને ભોળો લાગે છે. તે પણ કોમેડીમાં સાથ આપે છે. ફિલ્મના અંતે ‘સ્ત્રી’ સાથે કનેક્શન પણ બતાવાયું છે.

કેમ જોવી?

મજેદાર હોરર-કોમેડી અને દમદાર વીએફએક્સ માટે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

Source link