મૂવી રિવ્યૂઃ સર્કસ

ફિલ્મઃ સર્કસ
ડિરેક્ટરઃ રોહિત શેટ્ટી
પ્રોડ્યૂસરઃ ભુષણ કુમાર
એક્ટરઃ રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્લીન ફર્નાન્ડિઝ, જોની લીવર, વરુણ શર્મા, સંજય મિશ્રા
શ્રેણીઃ કોમેડી, હિંદી
રેટિંગઃ 2.0/5

દિયા મિર્ઝાના દીકરા સાથે આ વાતે ઝઘડી પડે છે સાવકી દીકરી, બંનેના સંબંધો વિશે થયો ખુલાસો

કહાણી
સરળતાથી ઓળખી શકાય તેવા બે જોડિયા બાળકો જન્મ બાદ એક જ સમયે અલગ થાય છે અને વર્ષો બાદ એક શહેરમાં તેમની મુલાકાત થાય છે. મૂંઝવણ અને ગેરસમજણના કારણે તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

રિવ્યૂ
એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ જોડિયા બાળકોના નામ છે, જેમને પાછળથી બે-બે અલગ-અલગ કપલ દ્વારા રોય (Ranveer Singh) અને જોય (Varun Sharma) તરીકે નામ આપવામાં આવે છે, જેઓ તેમને દત્તક લે છે. ધીમે-ધીમે ચારેય બાળકો મોટા થાય છે અને એકબીજા સાથે ટકરાય છે. આ ફિલ્મ ચોક્કસરીતે એક લાઈનની જ વાર્તા છે. જેમા રોહિત શર્માની દરેક ફિલ્મોમાં જોવા મળતા કોમેડીનો તકડો ખૂટે છે.

ઊટીની મનોહર ટેકરીઓની વચ્ચે થીમ પાર્ક જેવા ‘સર્કસ’નો સેટ ઉભો કરવામાં આવ્યો છે, જે 60 અને 70ના દશકાના વચ્ચેના સમયની ઝાંખી પૂરી પાડે છે. ઘણા બોલિવુડ ક્લાસિક નંબરો સ્ક્રીન પર જોવા મળે છે અને કલાકારોના જૂના કોસ્ચ્યુમ કરતાં એક માત્ર વસ્તુ વધુ મોટેથી છે, તે છે તેમની એક્ટિંગ. બોલિવુડમાં આપણે અત્યારસુધીમાં ઘણી તેવી ફિલ્મો જોઈ છે જે છેક સુધી દર્શકોને આનંદ કરાવે છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. જો કે, ‘સર્કસ’માં ક્યાંકને ક્યાંક આ જ વાતનો અભાવ જોવા મળે છે.

અરહાન ખાને જાહેરમાં મમ્મી મલાઈકાના કપડાની ઉડાવી મજાક, જેલના કેદી સાથે કરી સરખામણી

ફિલ્મમાં ભાગ્યે જ એવા સીન છે જે તમને હસવા માટે મજબૂર કરશે. ખાસ કરીને જ્યારે ફિલ્મનો હીરો ‘જ્યુબિલી સર્કસ’માં ખુલ્લા હાથથી બે વાયરને એકબીજા સાથે અડાડે છે ત્યારે તેના ભાઈને જોરદાર ઈલેક્ટ્રિક કરંટ લાગે છે. જો કોઈ તેને અડે તો તેઓ પણ કરંટ અનુભવે છે. સર્કસ ખતમ થયા બાદ તેની સાથે બધું ઠીક થવા લાગે છે. તમને આ પ્રકારના સીનમાં મજા આવશે પરંતુ બાકીનો પ્લોટ સીટ પર બેસવા નહીં દે. સારા એક્ટરોનો સ્ટિરિયોટાઈપ પાત્રોમાં વેડફાટ, હસવું ન આવે તેવા ડાયલોગ સહિત ઘણું બધું કંટાળો અપાવે છે. સ્ક્રીનપ્લે કંઈ ફ્રેશ પીરસતું નથી. ફિલ્મમાં પંચલાઈનની પણ ઉણપ છે.

રણવીર સિંહે તેના બંને પાત્રોને સારી રીતે દેખાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ દુર્ભાગ્ય રીતે પૂરતો ન્યાય આપી શક્યો નથી. ‘કરંટ લગા રે’માં દીપિકા પાદુકોણનો કેમિયો હાઈલાઈટ છે, જે થોડી રાહત આપે છે. વરુણ શર્માની કોમિક ટાઈમિંગ વેડફવામાં આવી છે અને અંતમાં જ્હોની લીવર (પોલસોન ભાઈ તરીકે) થોડું ઓર્ગેનિક હાસ્ય લઈને આવે છે. તેઓ થોડી જ મિનિટના સ્ક્રીન ટાઈમિંગમાં આખી ટીમને સાથે લાવે છે. રોયની પત્ની માલાના પાત્રમાં પૂજા હેગડે જામે છે, જ્યારે જેક્લીન ફર્નાન્ડિઝ ગર્લફ્રેન્ડ બની છે. ‘સર્કસ’ ઘણા સારા એક્ટરોથી બનેલી ફિલ્મ છે, પરંતુ ખાસ કમાલ કરી શકી નથી.

Read Latest Entertainment News And Gujarati News

Source link