મૂળ ગુજરાતીએ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું કર્યું છે લેખન અને દિગ્દર્શન, ફિલ્મનું ટ્રેલર આજે થયું

 

મૂળ ગુજરાતીએ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું કર્યું છે લેખન અને દિગ્દર્શન, ફિલ્મનું ટ્રેલર આજે થયું રિલીઝ

Tue, 19 Apr 2022 19:14:00 GMTTue, 19 Apr 2022 19:17:08 GMT

બોલીવુડ એક્ટર રણવીર સિંહની  ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ચાહકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યું છે. રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી ખૂબ જ મનોરંજક લાગે છે. આ ફિલ્મમાં રણવીર સિંહ જયેશ ભાઈનું પાત્ર ભજવી રહ્યો છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે. આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થઈ રહી છે. રણવીર સિંહ સિવાય શાલિની પાંડે એઝ હિરોઈન તેમજ રત્ના પાઠક શાહ, બોમન ઈરાની અને દીક્ષા જોશી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની સ્ટોરીલાઈન

આ ફિલ્મમાં રણવીર એક ગુજરાતી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. સમાજમાં મહિલાઓ અને પુરુષોને સમાન દરજ્જો મળવો જોઈએ એવા વિષય પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.  ફિલ્મમાં જયેશના પિતાની ભૂમિકા બોમન ઈરાની ભજવી રહ્યા છે, જે ગામના સરપંચ છે. શાલિની પાંડે જયેશની પત્નીના રોલમાં છે. પિતા પછી જયેશને સરપંચનું પદ મળ્યું. જયેશને એક પુત્રી છે અને પત્ની ગર્ભવતી છે. પિતા ઈચ્છે છે કે ઘરમાં કુલદીપક આવે. હવે તે છોકરો હોય કે છોકરી અને તેના પછી આવનાર વારસદાર સરપંચ બનશે કે નહીં, આ ટ્વિસ્ટ ફિલ્મને મજેદાર બનાવી દેશે. ફિલ્મની વાર્તા અને ટ્રેલર બંનેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રણબીર સિંહની આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ બની શકે છે.

આ ફિલ્મનો લેખક અને દિગ્દર્શક છે મૂળ ગુજરાતી

‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન મૂળ ગુજરાતી અભિનેતા દિવ્યાંગ ઠક્કરે કર્યું છે. દિવ્યાંગ ઠક્કરે “કેવી રીતે જઇશ, બેયાર, ખાટીમીઠી સેટિંગ તેમજ ચાસણી જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું છે. આ વખતે તેઓએ બોલીવુડમાં એન્ટ્રી મારી છે.

રણવીર સિંહે અપડેટ કર્યું ટ્વિટર

રણવીર સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ડિસ્પ્લે પિક્ચરમાં ‘જયેશ જોરદાર’ ફિલ્મનું પોસ્ટર મુક્યું. તેમજ તેણે ટ્વિટ કરીને ફિલ્મનું ટ્રેલર શેર કર્યું. લોકોએ અઢળક પ્રેમ વરસાવીને આ ફિલ્મનાં ટ્રેલરને નિહાળ્યું. તેમજ આ ફિલ્મ વિશે લખતા ચાહકોએ પોતાની ઉત્સુકતા બતાવી.

Source link