મિની ડ્રેસમાં હોટ લાગી સુનિલ શેટ્ટીના દીકરાની એક્ટ્રેસ

 

એક્ટ્રેસ તારા સુતરિયાને બોલિવૂડમાં આવ્યે હજુ થોડો સમય જ થયો છે, જોકે, તેના લાખો ફેન્સ એક લૂક તેમજ એક ઝલક જોવા માટે આંખો પલક માર્યા વગર જ બેસી રહે છે. આ હસીનાની ફેશન સ્ટાઈલ પણ ખૂબ જ બોલ્ડ અને બ્યૂટીફૂલ છે, જેની સ્ટાઈલના દરેક લોકો ખોબલે ખોબલે વખાણ પણ કરે છે. આ એક્ટ્રેસ એવા આઉટફીટ પહેરે છે, જે તેની બોડીને હાઈલાઈટ તો કરે જ છે અને સાથે જ ફિટનેસને પણ બતાવે છે. તારા મોટાભાગે મિની ડ્રેસિસ, શોર્ટ્સ તેમજ ક્રોપ ટોપ જેવા કપડાઓમાં પણ જોવા મળે છે.

મિની ડ્રેસમાં હોટ લાગી સુનિલ શેટ્ટીના દીકરાની એક્ટ્રેસ

આ એક્ટ્રેસ જ્યારે પણ ફોટોશૂટ કરાવે છે, ત્યારે દરેક સ્ટાઈલિશ આઉટફીટમાં જલવો બતાવતી જોવા મળે છે. એવું નથી કે આ સુંદર એક્ટ્રેસ ભારતીય આઉટફીટમાં ઓછી સુંદરતા દર્શાવે છે. સાડી હોય કે પછી હોય લહેંગો કે પછી હોય સૂટ-સલવાર. દરેક આઉટફીટમાં તારા ખૂબ જ સુંદર લાગે છે. બીજી બાજુ તેના વેસ્ટર્ન કપડાઓને આઉટફીટ તરીકે દર્શાવવા એ પણ અનોખો અંદાજ છે. આવો જ એક ફોટોશૂટ અમે તમારા માટે લાવ્યા છે, જે આઉટફીટને તમે કોઈપણ પાર્ટીમાં સરળતાથી પહેરી શકો છો.

બોડિકોન ડ્રેસમાં જોવા મળી સ્ટાઈલ

બોડિકોન ડ્રેસમાં જોવા મળી સ્ટાઈલ

તારા સુતારિયા હાલ પોતાની તાજેતરની જ તસવીરોના કારણે ખૂબ જ લાઈમલાઈટ મેળવી રહી છે. તેનો સફેદ કલરના બોડીકોન મિની ડ્રેસમાં કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં હસીનાનો હોટ અવતાર જોઈને તમારી આંખો પણ ખુલ્લી જ રહી જશે.

બોડિકોન ડ્રેસમાં જોવા મળી સ્ટાઈલ

તારાએ પોતાના આ સ્ટનિંગ આઉટફિટને ફેશન ડિઝાઈનર સૂર્યા સરકારના કલેક્શનથી ઉમેરો કર્યો છે, જે એક પાર્ટી ગોઈંગ લૂક આપે છે.

થ્રેડ એમ્બ્રોઈડરીથી સજાવેલો મિની ડ્રેસ

થ્રેડ એમ્બ્રોઈડરીથી સજાવેલો મિની ડ્રેસ

તારાએ જે બસ્ટિયર સ્ટાઈલ ડ્રેસને પહેર્યો હતો, ત્યારે તેનું કપડું ખૂબ જ હળવું હતું. જેના પર થ્રેડ એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. ડ્રેસ પર મેચિંગ દોરાઓની ફ્લોરલ ભરતકામ પણ કરવામાં આવ્યું છે. જે તેની ડ્રેસને ખૂબ જ સ્ટાઈલિશ બનાવે છે. ડીપ સ્વીટહાર્ટ નેકલાઈન તારાના લુકમાં સેક્સીનેસ વધારવાનું કામ કરી રહી છે. આ ફિટેડ ડ્રેસમાં એક્ટ્રેસ પોતાના ટોન્ડ મિડરિફ અને પાતળી કમર ર્શાવતી જોવા મળે છે.

Source link