માફિયા ડોન મુખ્તાર અન્સારીને લઈને યુપી પોલીસ લખનઉ જવા રવાના, રસ્તામાં અચાનક ગાડી બગડી ગઈ!

નેશનલ ડેસ્ક: ઉત્તર પ્રદેશના બાહુબલી ડોન અને ગેંગસ્ટર મુખ્તાર અન્સારીને બાંદા જેલમાંથી લખનઉ લઈ જવામાં આવી રહ્યો છે. આજે કોર્ટમાં તેણે હાજરી આપવાની હોવાથી સવારે પોલીસ તેને લઈને બાંદા જેલથી લખનઉ જવા માટે રવાના થઈ હતી.
મુખ્તાર અન્સારીને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવી રહ્યો છે. તેની સાથે એક ફાર્માસિસ્ટ, ડોક્ટર અને પોલીસકર્મી હાજર છે. જ્યારે એમ્બ્યુલન્સ સાથે કાફલામાં સુરક્ષા માટે એક વ્રજ વાહન ઉપરાંત અન્ય પોલીસ વાહનો પણ આગળ-પાછળ ચાલી છે.

મુખ્તાર અન્સારીને એક કેસ મામલે લખનઉની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેની વિરુદ્ધ લખનઉના જિયામઉ વિસ્તારમાં ફર્જી દસ્તાવેજોનાં આધારે સંપત્તિ પચાવી લઈને તેની પર ગેરકાયદે નિર્માણ કરવાનો આરોપ છે. જે મામલે મુખ્તાર અન્સારી તેમજ તેના પુત્રો ઉમર અન્સારી અને અબ્બાસ અન્સારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુખ્તાર અન્સારીનાં વકીલે રજૂઆત કરી હતી કે તેની તબિયતને જોતાં મુખ્તાર અન્સારીને રૂબરૂ કોર્ટમાં હાજર કરવામાં નહીં આવે અને તેનાં સ્થાને તેઓ કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરશે. જોકે, જેલ પ્રશાસને આ દલીલ ફગાવી દીધી હતી અને મુખ્તાર અન્સારીને રૂબરૂ કોર્ટમાં હાજર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે બાદ ગઈકાલે મોડી રાત્રે મુખ્તાર અન્સારીનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું અને જે બાદ આજે સવારે પોલીસ તેને લઈને બાંદાથી રવાના થઈ હતી. બાંદા જેલથી એમ્બ્યુલન્સ અને વ્રજ વાહન રવાના થયા હતા, જે બાદ દરેક જિલ્લાની પોલીસ પણ કાફલાને સુરક્ષા પૂરી પાડી રહી છે.

દરમ્યાન, સમાચાર મળી રહ્યા છે કે મુખ્તાર અન્સારીને લઈ જઈ રહેલી પોલીસવાન અચાનક બાંદામાં બગડી ગઈ હતી. જે બાદ સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા સ્થાનિક પોલીસે સ્થળ પર મેકેનિકને બોલાવ્યો હતો અને તેણે ગાડી ખરાબ હોવાનું કહ્યું હતું. જે બાદ એ વાહન ત્યાં જ રહેવા દઈને કાફલો આગળ વધ્યો હતો અને તેને સ્થાને સ્થાનિક પોલીસે સુરક્ષા આપી હતી.
બીજી તરફ, મુખ્તાર અન્સારીનાં પુત્રને પિતા સાથે કંઇક અણબનાવ બનવાનો ડર સતાવી રહ્યો છે. રવિવારે રાત્રે ટ્વીટ કરીને અબ્બાસ અન્સારીએ આરોપ લગાવ્યો કે તેનાં પિતાને અડધી રાત્રે બાંદાથી લખનઉ શીફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેણે કહ્યું કે, મોડી રાત્રે ડીએમ અને એસપી નંબર વગરની ગાડીમાં બાંદા પહોંચ્યા હતા અને જે વિશે જેલ તંત્ર દ્વારા પણ કોઈ જાણકારી કે જવાબ આપવામાં આવી રહ્યા નથી,

Source link