મહેનતાણુ ન ચૂકવાતા ઈડર પાસેની જવાહર નવોદય વિદ્યાલયમાં મજૂરોએ કરી ભારે તોડફોડ!

 

ઈડરઃ સાબરકાંઠાના વીરપુર નજીક નવી બની રહેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મજૂરોએ ભારે તોડફોડ (Sabotage by labourers)કરી હતી. સંચાલકો દ્વારા મહેનતાણુ ન ચૂકવાતા મજૂરો રોષે ભરાયા હતા. જે બાદ તેઓએ વિદ્યાલયમાં ભારે તોડફોડ કરી હતી. હોળીનો તહેવાર હોવાથી મજૂરો વતન જવા માગતા હતા. જેને લઈને તેઓએ સંચાલકો પાસે મહેનાતાણુ માગ્યુ હતુ. આ મહેનતાણુ ન ચૂકવાતા મજૂરો રોષે ભરાયા હતા અને જવાહર નવોદય વિદ્યાલયમાં (Jawahar navodaya vidyalaya) હોબાળો મચાવી તોડફોડ કરી હતી. વિદ્યાલયમાં પડેલી એક કારને પણ મજૂરોએ ઉથલાવી દીધી હતી અને બાઈકમાં પણ તોડફોડ કરી હતી. જવાબર નવોદય વિદ્યાલયમાં મજૂરોના હોબાળા બાદ પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હોળીનો તહેવાર હોવાથી મજૂરો પોતાના વતન જવા માગતા હતા. જેથી મજૂરોએ સંચાલકો પાસે પોતાનું મહેનતાણુ માગ્યુ હતુ. જો કે, સંચાલકો દ્વારા મજૂરોને મહેનતાણુ ચૂકવાયુ નહોતુ. જે બાદ તમામ મજૂરો રોષે ભરાયા હતા. પછી મજૂરોએ જવાહર નવોદય વિદ્યાલયમાં ભારે તોડફોડ કરી હતી. વિદ્યાલયમાં પાર્ક કરેલી એક કાર પણ મજૂરોએ ઉથલાવી પાડી હતી. આ સિવાય એક બાઈકમાં પણ મજૂરોએ તોડફોડ કરી હતી. મજૂરોના ભારે હોબાળા બાદ માહોલ ગરમાયો હતો. જે બાદ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જાણ થતા જ પોલીસ વીરપુરની જવાહર નવોદય વિદ્યાલયમાં પહોંચી હતી અને આખો મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો. તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. જો કે, મજૂરોએ પણ પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. મહેનતાણુ ન ચૂકવાતા તેઓ રોષે ભરાયા હતા અને આ મહેનતાણુ ચૂકવાય એવી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. નિર્માણધીન વિદ્યાલયમાં જ તોડફોડ થઈ હોવાની વાત વહેતી થતા આસપાસના લોકો પણ ઉમટ્યા હતા. આખરે સમજાવટ બાદ આખો માામલો શાંત પડ્યો હતો.

Source link