મહિલાઓ માટે ફાયદાકારક છે Running, પરંતુ પુરૂષો માટે જીવલેણ; Heart Attackનું રહે છે જોખમ

Running and Heart Disease Research: દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે (World Heart Day 2022) ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં હાર્ટ હેલ્થ (Heart Health)ને પ્રમોટ કરવા અને તેનાથી સંબંધિત જીવલેણ બીમારીઓના બચાવના ઉપાયોથી લોકોને જાગૃત કરવાના છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization)ના 2021માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, વિશ્વમાં 17.9 મિલિયન લોકોના મોત હૃદયની બીમારીઓથી થાય છે.

હૃદયની બીમારીઓ અનેક કારણોથી થાય છે, જેમાં વારસાગત, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ (Unhealthy lifestyle and heart disease), ખાનપાન અને જરૂરિયાથી વધારે શારિરીક અને માનસિક તણાવ મુખ્ય રીતે સામેલ છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં દોડવા અને હાર્ટ અટેક (long distance running research) વચ્ચે સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ સ્ટડી અનુસાર, સ્ત્રીઓ અને પુરૂષો માટે દોડવાથી સમાનરીતે ફાયદો નથી મળતો. રનિંગ કરતા પુરૂષોને હૃદય રોગનો હુમલો થવાનું જોખમ વધારે હોય છે.

(સૌજન્યઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા) (તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​શું કહે છે રિસર્ચ?

સેન્ટ બાર્થોલોમ્યૂ હોસ્પિટલ (St Bartholomew’s Hospital), સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ (St George’s Hospital) અને યુનિવર્સિટી કોલેજ લંડન (University College London-UCL)માં બાર્ટ્સ હાર્ટ સેન્ટર (research study by Barts Heart Centre) દ્વારા કરવામાં આવેલા એ અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અધ્યયન અનુસાર, લાંબા અંતરનું રનિંગ (long distance running) પુરૂષોને હાર્ટ અટેક અને સ્ટ્રોક (Heart Attack and Stroke) પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવે છે. જ્યારે મહિલાઓ માટે રનિંગ ફાયદાકારક છે. રિપોર્ટમાં પુરૂષોની ધમનીઓ મહિલાઓની સરખામણીએ વધારે સખત હોવાનું અને પરિણામે હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ વધારે હોવાનું સામે આવ્યું છે.

​300 એથલિટ્સ પર રિસર્ચ

300-

અધ્યયન અનુસાર, જે પુરૂષો નિયમિત રીતે મેરાથોન (marathons), આર્યનમેન ટ્રાયથલોન (ironman triathlons) અને સાઇકલિંગ ઇવેન્ટ્સમાં ભાગ લે છે, તેઓની વાસ્ક્યૂલર એજ (vascular age) તેઓની સાચી ઉંમર કરતાં 10 ગણી વધારે હતી. જ્યારે મહિલાઓમાં વાસ્ક્યૂલર એજ અંશતઃ 6 વર્ષ ઘટી જાય છે. રિસર્ચના નિષ્કર્ષ 40 વર્ષથી વધારે ઉંમરના રનર પર આધારિત હતું. અધ્યયનમાં 300થી વધુ રનર્સે ભાગ લીધો હતો, જેમાં તેઓએ 10થી વધુ ઇન્ડ્યોરન્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી નિયમિત રીતે વ્યાયામ કર્યો હતો.

​રનિંગ સાથે સંબંધિત Myths

-Myths

મહિલાઓને ઘણીવાર નહીં દોડવાની સલાહ આપવામાં આવે છે. કરચલીઓવાળી જોલાઇન (saggy jawline), કરચલીઓ અને ફાઇન લાઇન્સ, લિવર સ્પોટ્સ (liver spots in women) હોવાના કારણે મહિલાઓ દોડવાથી પીછેહઠ કરતી હોય છે અને અન્ય વિકલ્પની શોધ કરે છે. મહિલા રનર્સના ચહેરા વિશે પણ ટિપ્પણીઓ કરવામાં આવે છે. જો કે, આ રિસર્ચ આ ગેરસમજને દૂર કરવાનું કામ કરે છે.

​દોડવાથી મળતા ફાયદાઓ

નિષ્ણાતો અનુસાર, દોડવાથી ક્યારેય નુકસાન નથી થતું શરત એટલી જ છે કે તમારે રનિંગ એક્સરસાઇઝ (Running Exercise)ને યોગ્ય રીતે કરવાની છે. એક વ્યક્તિની ઉંમરના હિસાબે વ્યાયામ જ તેઓને ફિટ રાખે છે. સૌથી સરળ, બિનખર્ચાળ એક્સરસાઇઝ છે રનિંગ. યોગ્ય રીતે દોડવા માટે પોશાક અને જૂતા આવશ્યક છે. મહિલાઓએ સ્પોટ્સ બ્રા (Sports Bra) પહેરવી જોઇએ. શરૂઆતમાં જ હેવી રનિંગ કે જમ્પિંગ ટાળો, પહેલાં તમારાં શરીરને કન્ડિશન્ડ કરો અને ત્યારબાદ ઝડપથી દોડવાનું શરૂ કરો. નક્કી કરો કે ક્યારે તમારે દોડની ગતિ બદલાવાની અને ક્યારે ધીમી ગતિએ દોડવાનું છે. દોડતી વખતે તરત જ ના અટકી જાવ, ધીમી ગતિએ ચાલતા રહો અને ધીમે-ધીમે ચાલતા અટકી જાવ.

​વધારે દોડવાથી થતા નુકસાન

જ્યારે પગ અને ઘૂંટણ કે માસપેશીઓમાં સતત દર્દ રહેવાની શરૂઆત થાય તો દોડવાનું બંધ કરો અને સાઇકલિંગ, સ્વિમિંગ જેવા અન્ય વ્યાયામ કરવાનું શરૂ કરો. વધારે દોડવાથી શરીરને નુકસાન પણ વધારે થાય છે. નિષ્ણાતો અનુસાર, વધારે દોડવાના કારણે તળિયામાં ફેસ્કિટિસ (plantar fasciitis) થાય છે, જે એક પ્રકારના સોજાનું સ્વરૂપ છે જે એડીના આધારની પાસે તીવ્ર દર્દનું કારણ બને છે. વધારે વ્યાયામ પણ ઇમ્યૂન સિસ્ટમને પણ નુકસાન કરી શકે છે જેનાથી ઝડપથી ઇન્ફેક્શન લાગવાનો ભય રહેલો છે. વધારે રનિંગ વ્યક્તિની ભૂખને પણ પ્રભાવિત કરે છે.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link