મહિનામાં જ વધી જશે વાળની લંબાઇ, બસ અઠવાડિયામાં બે વખત લગાવો ઘરે બનાવેલું આ તેલ

Black pepper for Hair: આપણાં રસોડાંમાં એવા ઘણા મસાલા છે જેનો ઉપયોગ માત્ર ખાન-પાન જ નહીં, સૌંદર્ય સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરી શકાય છે. સ્વાદમાં તીખા કાળા મરીને તમે વાળનો ગ્રોથ એટલે કે, લાંબા વાળ માટે કરી શકો છો. તેનો ઉપયોગ એક નહીં પણ અનેક રીતે કરી શકાય છે.

કાળા મરીમાં વિટામિન એ, વિટામિન સી, કોરોનૉયડ, ફ્લેવનૉયડ, ફોલિક એસિડ, પોટેશિયમ અને અન્ય ઘણાં પોષકતત્વો રહેલા હોય છે. આ તમામ ગુણ જે વાળને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે, ડેન્ડ્રફ દૂર કરવા અને અટકી ગયેલા હેર ગ્રોથને રિવર્સ કરવા માટે પણ કાળા મરી પ્રભાવી છે. જો તમારી પાસે પણ વ્યસ્ત શિડ્યુલના કારણે વાળની દેખરેખનો સમય ના હોય તો હેર એક્સપર્ટે જણાવેલા કાળા મરીના અઠવાડિયામાં માત્ર એક કે બે વખત ઉપયોગથી વાળને ઘટ્ટ, મજબૂત અને લાંબા બનાવી શકો છો.

વાળમાં કાળા મરીનો ઉપયોગ કરવાની અનેક રીત છે, આ અંગે પુષ્ટિકરણ આપી રહ્યા છે, આયુર્વેદિક ડોક્ટર શૈલેષ ચૌબે (Dr. Shailendra Chaubey, BAMS, Ayurveda Practitioner) જેઓએ વાળની અલગ અલગ સમસ્યા માટે કાળા મરીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ તેની માહિતી આપી છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​હેર ગ્રોથ માટે સ્કાલ્પ એફ્લફૉલિએશન

હેર ગ્રોથ માટે સ્કાલ્પની હેલ્થ ખૂબ જ જરૂરી છે. ધૂળ, માટી, પ્રદૂષણ, ઓઇલ વ્યવસ્થિત રીતે સાફ નહીં થવાના કારણે વાળના રોમ છીદ્રો બ્લોક થઇ જાય છે, જેનાથી હેર ગ્રોથ અટકી જાય છે. જો તમે લાંબા અને ઘટ્ટ વાળની ઇચ્છા રાખો છો તો, સ્કાલ્પ એક્સફૉલિએશન માટે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલાં કાળા મરીને દાણેદાર પીસી લો, આ પાઉડરને બારીક ના રાખો નહીં તો સ્કાલ્પ યોગ્ય રીતે એક્સફૉલિએટ નહીં થઇ શકે. હવે તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને સ્કાલ્પમાં હળવા હાથે સ્ક્રબ કરો. આ પેસ્ટને 10થી 20 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને ત્યારબાદ વાળ ધૂઓ.

​હોમ-મેડ હેર ઓઇલ

કાળા મરીને વાળમાં અપ્લાય કરવાની અનેક રીત છે જેમાંથી એક છે તેમાંથી બનતું તેલ, આ ઓઇલ (black pepper oil for hair regrowth) વાળના ગ્રોથને ઝડપી બનાવવામાં કારગત સાબિત થઇ શકે છે. આ માટે તમારે 2 ચમચી મેથી દાણા, 1 ચમચી કાળા મરી, મીઠા લીમડાના 20થી 25 પાન અને તમારી મનપસંદનું કોઇ તેલ લઇ લો. તમે ઇચ્છો તો રોજમેરી એસેન્સિયલ ઓઇલની માત્રા પણ ઉમેરી શકો છો.

​ઘરે આ રીતે બનાવો તેલ

  • તેલ બનાવવા માટે તમામ ઇન્ગ્રિડિયન્ટ્સને પહેલાં ડ્રાય રોસ્ટ કરો, ત્યારબાદ એક પ્લેટમાં ઠંડુ થવા માટે મુકી દો અને મિક્સરમાં પીસી લો.
  • હવે પૅનમાં એક અથવા બે કટોરી રેગ્યુલર ઓઇલ નાખો, તમે નારિયેળ તેલ કે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.
  • તેલ સામાન્ય ગરમ થાય ત્યારે તેમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરી દો.
  • ધીમે ધીમે તમામ ઇન્ગ્રિડિયન્ટ્સ ઉમેરતા જાવ, ત્યારબાદ ગળણીથી તે ગાળી લો.
  • તેલની માત્રાને ધ્યાનમાં રાખીને તીખી-તુરી સ્મેલ દૂર કરવા માટે રોઝમેરી ઓઇલ નાખો. આ તેલની માત્ર 10 કે 5 બૂંદ પણ પુરતી છે.

શું ડુંગળીના રસ કે તેલથી વાળનો ગ્રોથ ખરેખર વધે છે? ડર્મેટોલોજીસ્ટ પાસેથી જાણો જવાબ

​અઠવાડિયામાં બે વખત કરો માલિશ

કાળા મરીથી બનતું આ હેરઓઇલ અપ્લાય કરીને મહિનામાં જ વાળના ગ્રોથમાં ફરક જોઇ શકો છો. તમે ઇચ્છો તો અઠવાડિયામાં બે વખત હેર ઓઇલ લગાવો. જો તમને ઓઇલી સ્કાલ્પની સમસ્યા છે તો તેલ લગાવ્યાના 2 કલાક બાદ હેર વૉશ કરી લો. આ તેલને આખી રાત લગાવીને રાખવાની ભૂલ ના કરો, કારણે કે કાળા મરીની ગરમ તાસીરના કારણે ખીલ અથવા બ્રેકઆઉટની સમસ્યા થઇ શકે છે.

​કાળા મરીના વાળ માટે અન્ય ઉપયોગ

  • ડેન્ડ્રફ દૂર કરવાઃ ડ્રેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે તમે કાળા મરીનું તેલ લગાવી શકો છો. આ સિવાય તમે શેમ્પુમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરીને લગાવી શકો છો.
  • અકાળે સફેદ થતા વાળઃ કાળા મરીના પાઉડરને દહીંમાં મિક્સ કરો અને વાળમાં લગાવો. આ માસ્કને કેમિકલ-ફ્રી શેમ્પુથી ધૂઓ. આનાથી પ્રિમેચ્યોર ગ્રે હેરની સમસ્યા દૂર થશે.
  • હેર ફૉલ કંટ્રોલ કરવાઃ કાળા મરીના તેલ તમારાં મૂળને મજબૂત બનાવે છે, તેનાથી વાળ ખરતા અટકે છે અને સ્કાલ્પ હેલ્ધી રહે છે.
  • હેર કન્ડિશનિંગ માટેઃ તમારાં કોઇ પણ ફેવરિટ શેમ્પુમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરીને અપ્લાય કરો, આનાથી વાળનું બહારનું લેયર સ્મૂથ બનશે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

સતત ખરતા વાળ પાછળ જવાબદાર છે આ કારણો, હેર ફૉલ સહિત 10 રોગોથી બચાવશે આ ઉપાય

Source link