મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બે ટોપના અધિકારીઓ વચ્ચે ડખા, પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ!

 

મધ્યપ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) ભારતીય IASના ઓફિસર મોહિત બુંદસના સામે દહેજ ઉત્પીદન અને પત્ની સાથે મારપીટ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. IAS બુંદસની પત્ની પણ ભારતીય રાજસ્વ સેવા (IRS) ઓફિસર છે. આ કેસમાં બુંદસની મા અને બહેનોને પણ આરોપી ગણાવ્યા છે.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નિધિ સક્સેનાના જણાવ્યા પ્રમાણે 38 વર્ષના મોહિત બુંદસની સામે તેમના પત્ની શોભના મીણાએ મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. દહેજ ઉત્પીડન અને મારપીટના કેસમાં IAS મોહિત બુંદસ સહીત તેમની મા અને બે બહેનોને પણ આરોપી ગણાવી છે.

હજુ સુધી કોઈ ધરપકડ નથી

મહિલા સ્ટેશનના પોલીસે જણાવ્યું કે, મહિલા અધિકારીની ફરિયાદ બાદ પહેલા પ્રાથમિક તપાસ કરવામાં આવી અને ત્યારબાદ આરોપીઓની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં હાલમાં કોઈ ધરપકડ કરવામાં નથી આવી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભોપાલમાં જ તૈનાત IRS શોભના મીણાએ પોતાના ફરિયાદી આવેદનમાં જણાવ્યું કે, મંગળવારે જ્યારે તેઓ ઓફિસમાં હતા ત્યારે બપોરે તેમના પતિ મોહિત બુંદસ ત્યાં આવીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓ અભદ્રતા પર ઉતરી ગયા હતા અને મારપીટ કરવા લાગ્યા હતા. વર્ષ 2012માં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. તેમનો એક પુત્ર પણ છે. શોભનાએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદથી સાસુ અને બંને નણંદ તેમને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.

બુંદસ 2011 કેડરના મધ્યપ્રદેશ બેચના IAS છે અને વન વિભાગમાં ઉપસચિવ છે. આ અગાઉ IAS બુંદસ છતરપુર સહીત અનેક જિલ્લાઓમાં કલેક્ટર રહી ચૂક્યા છે. જ્યાં તેમની કાર્યશૈલીને કારણે અનેક વિવાદ થયા અને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ તેમને હટાવવાની માંગ કરી હતી. બુંદસ ભોપાલમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) તરીકે પણ કામ કર્યું છે.

Source link