ભારત સામે મુકાબલા પહેલા જિમ્બાબ્વના કેપ્ટને આપ્યુ મોટુ નિવેદન

T20 વિશ્વકપમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 12માં મહત્વનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે બપોરના 1:30 વાગ્યે શરુ થશે. ભારત પોતાની આજની જીત સાથે સીધી સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. બીજી તરફ ઝિમ્બાબ્વે ભારતને હરાવીને વિશ્વકપમાં પોતાની અલગ છાપ છોડવા માગે છે. ઝિમ્બાબ્વે પહેલા જ પાકિસ્તાનને હરાવી પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યું છે. ત્યાર બાદથી ભારત સામેના મુકાબલા પહેલા જ પોતાની રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દિધી હતી.

 

 

ઝિમ્બાબ્વેના કેપ્ટેન ક્રેગ ઇરવિને જણાવ્યું હતુ કે, પાકિસ્તાન સામેની જીત બાદ અમને વિશ્વાસ મળ્યો છે. ત્યર બાદ અમે ભારત સામેના મુકાબલામાં પોતાની રણનીતિની તૈયારી શરૂ કરી દિધી છે. અમે આ ટુર્નામેન્ટમાં કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ આ વિશ્વાસ ભારત સામે મેચમાં બદલવા જઇ રહ્યો છે.

ઇરવિને જણા્યું હતુ કે, મેચને છેલ્લે સુધી લઇ જવાનો અમારો પ્રયાસ હશે. આ વિશ્વકપ ઘણા રોમાંચક રહ્યો છે. મે મેચમાં એક વાત શીખી છે કે, તમે પ્રયાસ કરો તો મેચમાં તમે ટકી શકો છો અને મેચને અંત સુધી લઇ જઇ શકો છો. એવામાં અમે મેચને અંત સુધી લઇ જવાનો પ્રયાસ કરીશુ. જેથી બીજી ટીમો તેનાથી દબાણ અનુભવે છે. આ પહેલા અમારે સુપર 12 માટે ક્વાલિફાઇ થવાનું હતુ. ત્યાર બાદ સુપર12 મોટી ટીમો સામે સારુ પ્રદર્શન કર્યુ છે. તેનાથી ખુશી થઇ છે.

Source link