ભારતીયો વિદેશમાંથી આપી શકશે પોતાનો વોટ, ચૂંટણી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવા કેન્દ્રનો વિચાર

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ (kiren Rijiju)એ શુક્રવારે લોકસભા (Loksabha)માં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે, કેન્દ્ર સરકાર વિદેશોમાં કામ કરી રહેલાં ભારતીયોને ઓનલાઈન મતદાનનો અધિકાર આપવા માટે વિચાર કરી રહી છે. કિરેન રિજિજુએ કોંગ્રેસ સદસ્યના મુરલીધરન તરફથી ઉઠાવવામાં આવેલા પ્રવાસી વોટિંગ અધિકારીઓ પર એક સવાલના જવાબમાં કહ્યું કે, મેં પહેલાં જ ચૂંટણી પંચને કહ્યું હતુ કે, વિદેશમાં રહેતા ભારતીય પોતાનો વોટ (Online voting) આપી શકે એ માટે અમે જોગવાઈ કરીશું અને સલાહ આપીશું.

કિરેન રિજિજુએ કહ્યું કે, કોઈ પણ પ્રકારની જાહેરાત કરતા પહેલાં આપણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ અને દુરુપયોગથી સલામત, પાર્દર્શિતા અને સલામતીની ખાતરી કરવી પડશે. એક રાષ્ટ્ર એક વોટર આઈડી પર અન્ય એક સવાલના જવાબમાં કિરેન રિજિજુએ જણાવ્યું કે, સરકાર એ દિશામાં પગલા લેવા માટે વિચાર કરી રહી છે. છેતરપિંડીવાળા મતદાનને રોકવા માટે અને એક જ મતદાર યાદી માટે તમામ રાજ્યોએ પાલન કરવું પડશે. એવી સંભાવનાઓ છે કે આવા પ્રકારના ચૂંટણી સુધારણાથી બોગસ મતદાનને રોકવામાં મદદ મળશે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આગળ જણાવ્યું કે, આધાર કાર્ડને મતદાન યાદી સાથે લિંક કરવું એક રીત છે. અત્યાર સુધી આધાર કાર્ડને મતદાન યાદી સાથે લિંક કરવું સ્વૈચ્છિક છે. અમારો ઉદ્દેશ બોગસ વોટિંગને તપાસવા અને સ્વચ્છ મતદાન પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે એક રાષ્ટ્ર એક મતદાર યાદી સુનિશ્ચિત કરવાનો છે. કોંગ્રેસના સભ્ય મનિષ તિવારીએ ઉઠાવેલા એક સવાલનો જવાબ આપતા કિરેન રિજિજુએ કહ્યું કે, શું ઈવીએમનો સ્ત્રોત કોડ એ કંપની પાસે રહે છે કે જે તેને બનાવે છે કે પછી ચૂંટણી પંચમાંથી પાસ કરવામાં આવે છે. આ એક જજોની નિયુક્તિ જેવું છે. જજોની નિયુક્તિ સરકાર કરાવે છે, પરંતુ એકવાર તેઓની નિયુક્તિ થઈ જાય એ પછી તેઓ સ્વતંત્ર હોય છે. કોઈએ પણ ઈવીએમ પર સવાલ ઉઠાવવો જોઈએ નહીં અને કોઈ પણ પ્રકારનું અનુમાન ન લગાવવું જોઈએ.

Source link