ભારતમાં જાન્યુઆરીમાં આવશે કોરોનાની નવી લહેર? AIIMS-Dr. મુજબ આગામી 40 દિવસ જોખમી

Omicron BF.7 in India: હેલ્થ એક્સપર્ટ્સે ચીનમાં વધી રહેલા ઓમિક્રોન બીએફ 7 વેરિએન્ટની અસર ભારતમાં (Omicron BF.7 in India) નબળી અને ઓછી ગંભીર ગણાવી હતી. સતત વધતા કેસની સંખ્યા છતાં ચીને ટ્રાવેલ માટે પોતાની બોર્ડર ખુલ્લી રાખી છે.

ચીનના આ પગલાંની અસર સ્પષ્ટ રીતે ભારતમાં જોઇ શકાય છે, સ્વાસ્થ્ય નિષ્ણાતો જાન્યુઆરી મહિનામાં કોવિડની ચોથી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. TOI રિપોર્ટ અનુસાર, ભારતમાં આગામી 40 દિવસો મહત્વપૂર્ણ રહેશે. કારણ કે, હજુ પણ કોવિડ-19ના કેસમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે, જે આગામી 40 દિવસોમાં મોટાં સ્તરે પહોંચી શકે છે. આ આશંકાઓને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​જાન્યુઆરીમાં કોવિડની ચોથી લહેર?

સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જાન્યુઆરીમાં ભારતમાં આવનારી ચોથી લહેરની આશંકા છેલ્લાં કેટલાંક મહિનાના આંકડાઓને આધારે કરી રહ્યા છે. TOIના બીજા રિપોર્ટ અનુસાર, કોરોનાની ત્રીજી લહેરમાં ઇસ્ટ એશિયામાં કોવિડના કેસ વધવાના 30-35 દિવસ બાદ ભારતમાં સ્થિતિ વણસી હતી.

​AIIMSના Dr. પાસે જાણો શું કરશો?

AIIMS-Dr-

AIIMSના યુરોલોજીસ્ટ અનુપ કુમારે (Prof. Dr. Anup Kumar, Urology- AIIMS) કહ્યું કે, કોવિડ-19ના વધતા કેસને લઇને WHO અને ભારત સરકારે દિશા-નિર્દેશ આપ્યા છે. આ સિવાય સરકાર પોતાના સ્તરે કામ કરી રહી છે. બસ જનતાએ સહયોગ આપવાની જરૂર છે. આવું કરવાથી કોવિડ-19ના કેસમાં વધારાને અટકાવી શકાય છે.

​ચીન જેવી સ્થિતિની સંભાવના નહીવત્

ડોક્ટર અનુપ કુમાર (Prof. Dr. Anup Kumar)ના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના જૂના અથવા નવા વેરિએન્ટ (XBB & Omicron BF7) ભારતમાં ચીન જેવી સ્થિતિ કદાચ ઉભી નહીં કરે. ચિંતાની લહેર વચ્ચે સુખદ સમાચાર એ છે કે, ભારતીયોમાં હર્ડ ઇમ્યૂનિટી બની ગઇ છે, જે ચીનમાં ઝીરો કોવિડ પોલીસની કારણે નથી બની શકી.

જાણો AIIMSના Dr.એ કોરોનાની ચોથી લહેર અંગે શું કહ્યું?

​ભારતમાં આ લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે

ભારતમાં ઓમિક્રોનના હળવા લક્ષણો જોવા મળી શકે છે, તેમ છતાં તેને અટકાવવા માટે આ લક્ષણો પર સતત નજર રાખવી જરૂરી છે. જેમાં સામાન્ય તાવ, નાક વહેવું, થાક, શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ગળામાં ખરાશ, ઉધરસ વગેરે સામેલ છે. જો કે, આ સિવાય પણ અન્ય લક્ષણો જોવા મળી શકે છે.

માસ્ક અને વેક્સિન બચાવના હથિયાર

તમામ હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, કોરોનાના તમામ વેરિએન્ટ્સથી લડવા માટે સૌથી જરૂર છે માસ્ક અને વેક્સિન. આ બંનેની મદદથી આપણે વાયરસના સંક્રમણ અને પ્રસારને અટકાવી શકીએ છીએ. આ માટે ઘરેથી બહાર નિકળતી વખતે માસ્કનો ઉપયોગ ચોક્કસથી કરો અને સમયસર બૂસ્ટર ડોઝ લગાવો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

90 દિવસમાં કોરાનાની ચોથી લહેર? વૈશ્વિક મૃત્યુઆંક ફરીથી લાખોમાં પહોંચવાની તાકીદ; 10 નવા લક્ષણો

Source link