ભારતમાં ઓમિક્રોનના જૂના વેરિએન્ટ XBBનો કહેર, મોટાંભાગે દર્દીને પરેશાન કરે છે બીજું લક્ષણ

Covid 4th wave & Omicron BF.7 Symptoms: કોરોના વાયરસ મહામારી (Coronavirus pandemic)એ ગંભીર સ્વરૂપ લઇ લીધું છે. ચીનમાં આતંક બાદ ઓમિક્રોન વેરિએન્ટ બીએફ 7 (Omicron BF.7 variant) ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ એન્ટ્રી કરી ચૂક્યો છે. દેશમાં કોરોનાના 127 નવા કેસ મળ્યા બાદ હાલ એક્ટિવ કેસનો આંકડો 3421 પર પહોંચી ગયો છે. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના ચાર કેસ સામે આવ્યા છે.

ઝડપથી વધી રહેલા કેસને જોતાં કોરોનાની ચોથી લહેર (Covid 4th wave)ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization)ના રિપોર્ટ આધારે એક્સપર્ટ્સ એવો દાવો પણ કરી રહ્યા છે કે, ભારતમાં આ વેરિએન્ટ ચાર મહિના અગાઉથી આવ્યો છે, પરંતુ તેના કેસમાં ઉછાળો જોવા મળ્યો નથી. બીએફ 7 વેરિએન્ટના લક્ષણો (Omicron BF.7 Symptoms) એટલાં ગંભીર નથી, પરંતુ તેમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા છે. કોઇ પણ પ્રકારના ટ્રેડમાર્ક લક્ષણ વગરના આ વેરિએન્ટ્સથી બચવા શું કરશો અને ભારતમાં સૌથી વધારે ક્યુ લક્ષણ જોવા મળે છે, તે જાણો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપક.કોમ)

​ઓમિક્રોન બીએફ 7ના લક્ષણો

-7-

ગુજરાત અને ઓડિશામાં આ વેરિએન્ટના બે-બે કેસ મળ્યા છે, બીએફ 7 વેરિએન્ટનું કોઇ ટ્રેડમાર્ક લક્ષણ નથી. આનાથી સંક્રમિત દર્દીઓ મોટાંભાગે ઉપરના શ્વસનતંત્ર પર ઇન્ફેક્શનનો અનુભવ કરી રહ્યા છે. આ સિવાય તેઓમાં તાવ, ગળામાં ખરાશ, નાક વહેવું અને ઉધરસ જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. કેટલાંક લોકોને ડાયરિયા, ઉલટી અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઇ રહી છે.

​ભારતમાં હજુ પણ XBB વેરિએન્ટનું જોખમ

-XBB-

ભલે ચીનમાં ઓમિક્રોન બીએફ 7 વેરિએન્ટ તાંડવ મચાવી રહ્યો છે, પરંતુ ભારતમાં હજુ પણ XBB વેરિએન્ટનું જોખમ યથાવત છે. સેન્ટર ફોર ડિઝિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, XBB મૂળ BA.2.10.1 અને BA.2.75થી મળીને બન્યો છે. ભારતની સાથે સાથે આ વેરિએન્ટ હાલ 34 અન્ય દેશોમાં ફેલાયેલો છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, તે ઓમિક્રોન પરિવારના તમામ વેરિએન્ટ્સમાં સૌથી જોખમી છે.

​ભારતમાં કોરોના વાયરસના કોમન લક્ષણો

અગાઉ જણાવ્યું તેમ ભારતમાં હજુ પણ XBB વેરિએન્ટનું જોખમ છે અને મોટાંભાગના દર્દીઓમાં આ વેરિએન્ટના જ લક્ષણો જોવા મળી રહ્યા છે. તેના શરૂઆતના લક્ષણો હળવા હતા, મહારાષ્ટ્રમાં જે કેસ સામે આવ્યા છે, તેમાં પણ દર્દીઓમાં વધારે ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા નથી. આ વેરિએન્ટના સૌથી કોમન લક્ષણો નીચે મુજબ છે –

  • તાવ
  • વહેતું નાક
  • થાક
  • શરીરમાં દુઃખાવો
  • માથાનો દુઃખાવો
  • ગળામાં ખરાશ
  • શ્વાસ લેવામાં તકલીફ

​શું બદલાયા છે કોરોનાના લક્ષણો?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO’s Technical Advisory Group) એક્સપર્ટ અનુસાર, છેલ્લાં એક વર્ષથી કોવિડના લક્ષણોમાં કોઇ ખાસ ફેરફાર નોંધવામાં આવ્યો નથી, શક્ય છે કે છેલ્લાં એક વર્ષથી ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વમાં મેઇન સ્ટ્રેઇન બનેલો છે. ડેલ્ટા ખતમ થયા બાદ તેના નવા સંસ્કરણ વિશે માહિતી મળી નથી. તેથી જ જે લક્ષણો જોવા મળી રહ્યા છે તે ઓમિક્રોનના જ છે.

​વેક્સિનેશન બાદના લક્ષણો

ભારતમાં કુલ જનસંખ્યાના 68 ટકાથી વધુ લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી છે. યુકે સ્થિત ZOE હેલ્થ સ્ટડી અનુસાર, ગળામાં ખરાશ, નાક વહેવું, બંદ નાક, સતત ખાંસી અને માથાના દુઃખાવો જેવા લક્ષણો મોટાંભાગે એવા લોકોમાં જોવા મળે છે જેઓએ કોવિડથી બચવા તમામ રસી લીધી છે.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link