બ્લુ ફલોરલ પ્રિન્ટેડ સૂટમાં દિશા પરમારે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ; અદા જોઈ પતિ રાહુલે પણ મોકલ્યું તેનું દિલ

 

હાલમાં જ દિશા પરમારનો એક એવો લૂક સામે આવ્યો છે જેની સામે બોલ્ડ અવતાર પણ ફીકો પડી જાય. હસીનાનો એથનિક લૂક જોઈ પતિ રાહુલ વૈદ્ય પણ જોતા જ રહી ગયો.

ટીવી અભિનેત્રી દિશા પરમાર એવી હસીનાઓમાંની એક છે જેનો એલેગ્ન્ટ લૂક બધાનું દિલ જીતી લે છે. એવું નથી કે આ અભિનેત્રી હોટ કે બોલ્ડ કપડા નથી પહેરતી, પરંતુ ઇન્ડિયન વેરમાં તેને બહુ ઓછી એક્ટ્રેસ ટક્કર આપી શકે તેમ છે. તેની સ્ટાઈલિંગ સેન્સ એવી છે જેમાં તેની સાદગી છલકાય છે અને તે જ તેના લૂકમાં ચાર ચાંદ લગાવવાનું પણ કામ કરે છે.

સૂટ હોય કે સાડી, તેને કઈ રીતે કેરી કરવું તે આ હસીના ખુબ જ સારી રીતે જાણે છે અને તેની પાસે ટ્રેડીશનલ કપડાનું એટલું ભવ્ય કલેકશન છે જેમાંથી મહિલાઓ ઘણી આઈડિયા પણ લઇ શકે છે. આવો જ એક લૂક દિશાએ હાલમાં જ શેર કર્યો છે જેમાં તેનું એલિગન્સ જોઈ નજર હટાવવું મુશ્કેલ થઇ ગયું હતું. તેમજ તે એટલું સુંદર લાગી રહી હતી કે પતિ રાહુલે પણ કોમેન્ટ કરવી પડી.

​દિશાએ બ્લુ સૂટમાં બતાવી અદા

દિશાએ તેના સોશિયલ મીડિયા પર ફલોરલ પ્રિન્ટ વાળા બ્લુ સૂટમાં તેની તસવીર શેર કરી છે, જેમાં તે તેની કિલર સ્માઈલથી દરેકના દિલ ઘાયલ કરી રહી હતી. સમર ફેશન માટે હસીનાનો આ સૂટ એકદમ પરફેક્ટ લાગી રહ્યો હતો જેને તમે તમારા ઓફિસમાં આરામથી પહેરી શકો છો. આ લૂકને મિનિમલ રાખી તેણે બધાયને વખાણ કરવા મજબુર કરી દીધા હતા.

​ફલોરલ પ્રિન્ટ કમાલ લાગે છે

દિશાએ જે કુર્તી-સેટ પહેર્યો હતો તેના પર વ્હાઈટ કલરની ફલોરલ પેટર્ન દેખાઈ રહી છે. તેની કુર્તીમાં રાઉન્ડ નેકલાઈનની સાથે થ્રી-ફોર્થ સ્લીવ્ઝ રાખી હતી. આ ફઝ-ફ્રી આઉટફિટમાં અભિનેત્રીનું કમ્ફર્ટ સ્પષ્ટ દેખાતું હતું. તેમજ તેણે આ કુર્તી સાથે મેચિંગ પ્રિન્ટેડ પેન્ટ અને દુપટ્ટો કેરી કર્યો હતો. આ ટ્રેડીશનલ લૂકને કમ્પલિટ કરવા દિશાએ લાઈટ જ્વેલરી પહેરી હતી.

​માંગમાં સિંદૂર અને હાથમાં સોનાના કંગન

અભિનેત્રીએ ગાળામાં મંગળસૂત્ર, માંગમાં સિંદૂર અને હાથમાં સોનાના કંગન પહેર્યા હતા. તેમજ મેકઅપ માટે નેચરલ ટોન ફાઉન્ડેશન, બ્લશ્ડ ચીક્સ, મોવ લીપ્સ, કોહલ્ડ આઈઝ સાથે વાળને સેન્ટર પાર્ટેડ કરી સ્ટ્રેઈટ કરી ખુલા રાખ્યા હતા. દિશા આ લૂકમાં એટલી સુંદર લાગી રહી હતી કે તેનો પતિ રાહુલ વૈદ્ય પણ પોતાને કોમેન્ટ કરવાથી રોકી ન શક્યો. તેણે પત્નીના પોસ્ટ પર હાર્ટ વાળા ઈમોજીથી રીએક્ટ કર્યું હતું. ત્યાં જ ચાહકો પણ તેના લૂકના ખુબ જ વખાણ કરી રહ્યા હતા.

​​ઓલ વ્હાઈટ આઉટફિટમાં આવો હતો લૂક

તેના પહેલા દિશા આ વ્હાઈટ કલરના સૂટમાં નજર આવી હતી જેમાં તેણે મેકઅપને ખુબ લાઈટ રાખ્યો હતો. એથનિક વેરમાં દિશાનો કોઈ જવાબ નથી અને તેમાં તેની સુંદરતા ખુબ જ નિખરીને બહાર આવે છે. તેને જે કુર્તી પહેરી હતી તેના પર થ્રેડ એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. જયારે જરી દુપટ્ટાથી તેણે લૂકને કમ્પ્લીટ કર્યો હતો. ફેસ પર બ્લશ પિંક લીપ્સ, હાઈલાઈટેડ ચીક્સ, બેબી પિંક આઈશેડો સાથે વાળને થોડા કર્લ્સ કરી ખુલ્લા રાખ્યા હતા.

Source link